blog-1
લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ વિષે સંપૂર્ણ જાણકારી
Also known as: Lipid Panel; Coronary Risk Panel
Formal name: Lipid Profile
 
લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ વિષે સંપૂર્ણ જાણકારી 
 

લિપિડ પ્રોફાઈલ એટલે શું ? 

લીપીડ્સ લોહી માં રહેલા ચરબી અને ચરબી જેવા પદાર્થો નો સમૂહ છે જે શરીર ના દરેક કોષો નો એક અગત્યનો ભાગ છે અને કોષોને એનર્જી નો એક સ્ત્રોત્ર છે . 

લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ માં નીચેના 4 અગત્યના પદાર્થો નું પ્રમાણ માપવામાં આવે છે : 
૧) ટોટલ કોલેસ્ટ્રોલ - Serum Total Cholesterol / Serum Cholesterol. 
૨) ટ્રાઇગ્લિસરાઈડ - Serum Triglyceride. 
૩) HDL કોલેસ્ટ્રોલ (અથવાતો "ગુડ કોલેસ્ટ્રોલ ") - HDL Cholesterol
૪) LDL કોલેસ્ટ્રોલ (અથવાતો "બેડ કોલેસ્ટ્રોલ " ) - LDL Cholesterol

આ ઉપરાંત લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ ના ભાગ રૂપે બીજા પેરામીટર પણ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે જેવા કે : 
૧)  VLDL કોલેસ્ટ્રોલ - VLDL Cholesterol. 
૨) ટોટલ કોલેસ્ટ્રોલ / HDL કોલેસ્ટ્રોલ ratio  (Cholesterol / HDL Cholesterol Ratio) 
૩)   LDL કોલેસ્ટ્રોલ /  HDL કોલેસ્ટ્રોલ ratio (HDL / LDL Ratio) 

લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ હાર્ટ ડીસીસ / કાર્ડિયાક રિસ્ક એસેસમેન્ટ (હૃદય રોગ થવાની સંભાવના કેટલી છે તે જાણવા માટે) માટે ઉપયોગી છે. અને જો રિસ્ક વધારે હોઈ તો કઈ સારવાર વ્યક્તિ ને આપવી જોઈએ તે નક્કી કરવા માટે ડોક્ટર લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ ના રિઝલ્ટ પરથી નક્કી કરે છે અને એક વાર દવા શરૂ થઇ પછી થી ટ્રીટમેન્ટ મોનિટર કરવામાટે પણ તે ઉપયોગી છે . 

લિપિડ પ્રોફીલે ટેસ્ટ કોને કરાવવો જોઈએ ? 

જે વ્યક્તિ ને હૃદ્ય રોગ / કાર્ડિયોવેસ્કુલર ડીસીસ થવા ના નીચેના રિસ્ક ફેક્ટર હોઈ તેને લિપિડ પ્રોફીલે ટેસ્ટ કરાવવો જોઈએ : 

* સિગારેટ સ્મોકિંગ 
* ઓબેસિટી / સ્થૂળતા (વધારે પડતું વજન હોવું ) 
* બિનારોગ્યપ્ર્દ ખોરાક (વધુ પડતી ચરબી યુક્ત / ફાસ્ટ ફૂડ વગેરે ) 
* બેઠાડુ જીવન શૈલી 
* ઉંમર (૪૫ વર્ષ થી વધારે ) 
* હાઇપરટેન્શન (હાઈ બ્લડ પ્રેસર ) 
* કુટુંબ માં હૃદય રોગ ની હિસ્ટ્રી (માં-બાપ કે ભાઈ - બહેન ને જો હૃદ્ય રોગ થયો હોઈ તો ) 
* ડાયાબિટીસ 

અમેરિકન એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ ના કહેવા મુજબ ૯ થી ૧૧ વર્ષ ના દરેક બાળક ને માટે અને ફરીથી તે બાળક ૧૭ થી ૨૧ વર્ષ નું થઇ ત્યારે તેના માટે લિપિડ પ્રોફીલે ટેસ્ટ કરાવવો જોઈએ . 

લિપિડ પ્રોફાઈલ માટે કયુ/શું સેમ્પલ જોઈએ ? 

લેબોરેટરી માં તમારા હાથ ની વેઇન માં થી લીધેલું લોહી. 

લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ માટે કોઈ પૂર્વ તૈયારી જરૂરી છે ? 

સામાન્ય રીતે લિપિડ પ્રોફાઈલ અને ખાસ કરીને ટ્રાઇગ્લિસરાઈડ ટેસ્ટ માટે ૮ થી ૧૦ કલાક નું ફાસ્ટિંગ (ભૂખ્યા પેટે રહેવું જેમાં પાણી લઇ શકાય, પણ ચા - કોફી - નાસ્તો - કે અન્ય કોઈ વસ્તુ ના લઇ શકાય ) સેમ્પલ લેવામાં આવે છે . પણ ક્યારેક ડોક્ટર ને જરૂરી લાગે તો રેન્ડમ અટવાતો નોન - ફાસ્ટિંગ સેમ્પલ પણ લેવામાં આવે છે . 

આથી લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવતા પહેલા તમારા ડોક્ટર ને પૂછવું જોઈએ કે ફાસ્ટિંગ સેમ્પલ આપવાનું છે કે નોન - ફાસ્ટિંગ . 

લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ નું રિઝલ્ટ કઈ રીતે સમજવું ? 

તમારા લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ નું રિઝલ્ટ સમજવા માટે તમારે તમારા ડોક્ટર નો સમ્પર્ક કરવો જોઈએ કારણ કે તેનું પ્રમાણ તમારા માટે નુકસાન કારક છે કે નહીં તે ડોક્ટર અન્ય રિસ્ક ફેક્ટર વિષે જાણકારી મેળવી ને નક્કી કરી શકે. 

અમેરિકન હાર્ટ એસોસીએસન ની National Cholesterol Education Program (NCEP) Adult Treatment Panel III ની જૂની ગાઇડલાઇન ઘણા લોકો લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ નું રિઝલ્ટ સમજવા માટે વાપરે છે.  જે મુજબ નીચેનું તરણ કાઢી શકાય : 

LDL કોલેસ્ટ્રોલ : (બેડ કોલેસ્ટ્રોલ કહેવાય કારણ કે જેટલું વધુ એટલું ખરાબ અટવા નુકશાનકારક છે ) 

૧૦૦ mg/dl થી ઓછું (ઓપ્ટિમલ / સારું / નોર્મલ ) 
૧૦૦ - ૧૨૯ mg/dl  (નીઅર ટુ નોર્મલ/ઓપ્ટિમલ )
૧૩૦ - ૧૫૯  mg/dl  (બોર્ડર લાઈન હાઈ  )
૧૬૦  - ૧૮૯  mg/dl  (હાઈ )
૧૯૦ થી વધારે (વેરી હાઈ )

ટોટલ કોલેસ્ટ્રોલ : (Total Cholesterol) 

૨૦૦ mg/dl થી ઓછું (ઓપ્ટિમલ / સારું / નોર્મલ ) 
૨૦૦ - ૨૩૯ mg/dl  (બોર્ડર લાઈન હાઈ )
૨૪૦ થી વધારે (હાઈ )

HDL  કોલેસ્ટ્રોલ : (ગુડ કોલેસ્ટ્રોલ કહેવાય છે કારણ કે જેટલું વધુ હોઈ એટલું શરુ અથવા ફાયદાકારક છે )

૪૦ mg/dl થી ઓછું (વધારે રિસ્ક - હ્ર્દય રોગ માટે ) 
૪૦ - ૬૦  mg/dl  (એવરેજ રિસ્ક - હ્ર્દય રોગ માટે)
60 થી વધારે ( ઓછું રિસ્ક - હ્ર્દય રોગ માટે)

ફાસ્ટિંગ ટ્રાઇગ્લિસરાઈડ : (૮ થી ૧૦ કલાક ભૂખ્યા રહીને કરાવેલું ) 

૧૫૦  mg/dl થી ઓછું (ઓપ્ટિમલ / સારું / નોર્મલ ) 
૧૫૦  - ૧૯૯  mg/dl  (બોર્ડર લાઈન હાઈ  )
૨૦૦ - ૪૯૯  mg/dl  (હાઈ )
૫૦૦ થી વધારે (વેરી હાઈ )

વિવિધ પ્રકાર ના લીપીડ્સ નું પ્રમાણ જો ખરાબ હોઈ અને/અથવા બીજા કાર્ડિયાક રિસ્ક ફેક્ટર હોઈ (ઉંમર ૪૫ થી વધારે / ફેમિલી હિસ્ટ્રી / સ્મોકિંગ / ડાયાબિટીસ / હાઈ બ્લડ પ્રેસર ) તો વ્યક્તિ ને લિપિડ નું પ્રમાણ ઘટાડવા માટે ટ્રીટમેન્ટ લેવી અનિવાર્ય છે ) 

 

Dr. Mehul Dave, M.D. Pathology

Symbion VIP Diagnostics