blog-1
ખોડાને દૂર કરવા માટેના આયુર્વેદિક ઉપચારો

ખોડો એ માથાના તાળવામાં થતો એક સામાન્ય ચામડી નો વિકાર છે. જે વારંવાર ઉદ્ભવતી પરિસ્થિતિ છે જેમાં તાળવાની મૃત ત્વચાના શુષ્ક સફેદ બારીક ટુકડા મોટાભાગે તાળવાથી લઇ ને વાળની લંબાઈ સુધી ફેલાયેલા હોય છે. ખોડો થવા પાછળ કેટલાક આંતરિક અથવા બાહ્ય પરિબળો જવાબદાર હોય છે. આયુર્વેદમાં કહ્યું છે કે ખોડા નો ઈલાજ શરીર ને કોઈ આડઅસર ન કરે અને ભવિષ્યમાં ફરીથી ખોડાની સમસ્યા ન થાય તે માટે આયુર્વેદિક ઔષધિઓ અને આયુર્વેદિક દવાની સલાહ આપી છે. ખોડાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા લોકોએ વ્યાપક, સલામત, સરળ અને સ્વચ્છ એવા અસરકારક આયુર્વેદિક ઉપચાર શોધી કાઢ્યા છે. 

કેટલીક નીચે દર્શાવેલી આયુર્વેદિક દવાના ઉપયોગથી ખોડાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

#1 તાળવાની સારવાર:
ખોડાના ઈલાજ માટે સૌ પ્રથમ તાળવાની તંદુરસ્તી સુધારવી અને જાળવવી જોઈએ, જે નિયમિત રીતે તાળવામાં ઔષધીય ગુણધર્મો ધરાવતા આયુર્વેદિક તેલના માલિશ કરવાથી મળે છે. તેમજ આ તેલના માલિશથી વાળ જાડા, મજબૂત, ભરાવદાર અને આકર્ષક બને છે. આ માટે ભ્રિગરાજ અથવા ટી ટ્રી આયુર્વેદિક તેલનો ઉપયોગ કરી શકાય છે.

#2 પંચકર્મ ઉપચાર:
પંચકર્મનો મુખ્ય દયેય શરીરના મહત્વના અંગો વચ્ચે સંવાદિતા લાવીને શરીરની અશુદ્ધિઓને શુદ્ધ કરી અને હિલ કરવાનો છે. પંચકર્મ એ 5 સ્ટેપની પ્રોસેસ છે જે શરીરમાંથી તમામ ઝેરી અને હાનિકારક તત્વો, ઉપરાંત ખોડાના નિર્માણ માટે પણ કારણભૂત છે તેવા તત્વોની શુદ્ધિ કરે છે.

#3 આયુર્વેદિક આહાર: 
ઔષધીય ગુણધર્મો ધરાવતો આયુર્વેદિક આહાર લેવાથી તાળવાની અંદરથી સફાઈ કરી ખોડાની સમસ્યામાંથી છુટકારો થાય છે. બિજોરું, આમળા, નારિયેળ, ઘી વગેરેનો આહારમાં સમાવેશ કરવો જોઈએ અને ડેરી પ્રોડક્ટ, ચરબીયુક્ત ખોરાક, અતિશય ખાંડ વાળો ખોરાક લેવાનું ટાળવું જોઈએ.