blog-1
શુ ઉપવાસ કરવાથી શરીર ને નુકશાન થઈ શકે છે ?
શારીરિક રીતે સ્વસ્થ વ્યક્તિ ને ક્યારેક ઉપવાસ કે એકટાણા કરવાથી ફાયદો થઈ શકે છે, પરંતુ કેટલીક બીમારીઓ અને શારીરિક નકલીફો માં શરીર ને ઉપવાસ કરવાથી નુકસાન થઈ શકે છે અને કેટલીક બીમારીઓ માં તકલીફ વધી શકે છે. 

નીચેની બીમારીઓ માં ઉપવાસ કરતા પહેલા તમારા ડોકટર ની સલાહ લો :

-ડાયાબિટીસ
-કિડની
-બ્લડપ્રેશર
-ફેફસા
-ઓપેરેશન પછી
-લીવર
-એનીમિયા (લોહી ની ઉણપ)
-બ્રેસ્ટ ફિડિંગ કરાવતી માતા
-સગર્ભાવસ્થા માં

ઉપવાસ વખતે તેની આડઅસરો થઈ બચવા માટે શરીર ને જરૂરી પાણી, એનરજી, મીનરલ્સ અને વિટામિન્સ મળી રહે તે માટે લીંબુ પાણી, ફ્રુટ જ્યુસ, નાળીયેર નું પાણી વગેરે લેવા જોઈએ . ચા અને કોફી વધારે ન લેવા જોઈએ. 

લાંબા સમય સુધી ઉપવાસ કર્યા પછી, ખોરાક ચાલુ કરો ત્યારે, હળવો ખોરાક થોડો થોડો અને એક વખતમાં લેવા કરતા, થોડા થોડા સમયે લેવો યોગ્ય છે.