blog-1
AFP (Alpha Feto Protein)

AFP (Alpha Feto Protein): A tumor marker (cancer marker) blood test for certain Liver, Testicular and Ovarian Cancer.

  • આલ્ફા ફિટોપ્રોટિન એક બ્લડ ટેસ્ટ છે જેને ટ્યૂમર માર્કર અથવાતો કેન્સર માર્કર ટેસ્ટ પણ કહેવાય છે અને અમુક પ્રકાર ના કેન્સર જેવા કે લીવર (યકૃત), ટેસ્ટીસ (વૃષણ) અને ઓવરીઝ (અંડાશય) ના કેન્સર નું નિદાન કરવા માટે અને સારવાર ની અસર મોનિટર કરવા માટે કરાવવા માં આવે છે. 

  • ખાશ કરીને જે લોકો ને લીવર ની ક્રોનિક (લાંબા સમય ની) બીમારી જેવી કે સિરોસિસ, હિપેટાઇટિસ બી અથવા હિપેટાટિટિસ સી હોય તેમને લીવર નું કેન્સર થવાની શક્યતા વધારે હોય છે અને આવા લોકો માં આલ્ફા ફિટોપ્રોટિન બ્લડ ટેસ્ટ નિયમિત સમયે કરવામાં આવે છે. અમુક પ્રકાર ના લીવર ના કેન્સર માં શરૂઆત ના તબક્કા માં આલ્ફા ફિટોપ્રોટિન જયારે વધવા લાગે ત્યારે તેની ટ્રીટમેન્ટ કરવા થી સારું થવાની સંભાવના ઘણી વધી જાય છે. 

  • આલ્ફા ફિટોપ્રોટિન લીવર ના દરેક કેન્સર માં વધતું નથી, તેમજ અમુક પ્રકાર ના બીજા લીવર ના રોગો જેવાકે સિરોસિસ કે હિપેટાઇટિસ માં પણ વધી શકે છે. તેજ રીતે અમુક પ્રકાર ના સ્ટમક (જઠર), lungs (ફેફસા), colon (અતરડા), breast (સ્તન) વગેરે ના કેન્સર માં પણ આલ્ફા ફિટોપ્રોટિન વધી શકે છે. 

  • જે લોકો માં આલ્ફા ફિટોપ્રોટિન નું પ્રમાણ વધારનારૂ કેન્સર હોય તેમના માટે સારવાર ની કેટલી અસર થઇ રહી છે તે જોવા માટે નિયમિત રીતે આલ્ફા ફિટોપ્રોટિન બ્લડ ટેસ્ટ કરાવવા માં આવે છે. 

  • આલ્ફા ફિટોપ્રોટિન ગર્ભ માં રહેલા બાળક ના લીવર માં બનતું હોય છે તેથી ગર્ભવતી સ્ત્રી માં અને નવજાત બાળક માં આલ્ફા ફિટોપ્રોટિન નું પ્રમાણ (લેવલ) વધારે હોય છે. 

  • આલ્ફા ફિટોપ્રોટિન બ્લડ ટેસ્ટ એક એવો ટેસ્ટ છે જે વધવાના કે ન વધવાના અનેક કારણો  હોય છે, જેનું ઇન્ટરપ્રીટશન (અર્થઘટન) એક ડોક્ટરજ કરી શકે છે.   

  • આલ્ફા ફિટોપ્રોટિન સિવાય પણ ઘણા ટ્યૂમર માર્કર ટેસ્ટ (કેન્સર માર્કર ) ટેસ્ટ હોય છે જેવા કે PSA, CEA, CA125, CA19.9, CA15.3 વગેરે, જે અલગ અલગ પ્રકાર ના કેન્સર નું નિદાન કરવામાં ઉપયોગી હોય છે. 

આજેજ તમારા કેન્સર માર્કર ટેસ્ટ કરાવવા માટે VIP લેબ નો સંપર્ક કરો અને ૯૪૨૯૪૧૦૨૯૧ પર કોલ કરો