.png)
Alkaline Phosphatase: A useful marker of liver and bone diseases
Alkaline Phosphatase: A useful marker of liver and bone diseases.
- આલ્કલાઈન ફોસફેટેઝ બ્લડ ટેસ્ટ લીવર અને હાડકાના અમુક રોગો નું નિદાન કરવા માટે અને તેવા રોગો ની સારવાર ની અસર તપાસવા માટે કરાવવામાં આવે છે.
- લીવર ના રોગો માં આલ્કલાઈન ફોસફેટેઝ નું લેવલ વધારે આવે છે, અને ખાસ કરીને પિત્તાશય ની નળી (bile duct ) માં પાથરી હોય અથવા તો તેના પર દબાણ (લીવર ના કેન્સર માં અથવા બીજા કોઈ રોગ માં) થતું હોય અને પિત્તાશય પર અસર થાય ત્યારે Alkaline Phosphatase નું પ્રમાણ લીવર ફંક્સન ટેસ્ટ તરીકે ઓળખાતા બીજા ટેસ્ટ જેવા કે SGPT, SGOT, GGT વગેરે કરતા વધારે જોવા મળે છે.
- હાડકા ના રોગો જેવા કે વિટામિન ડી ની ખામી, પેજેટ્સ ડીઝીસ (Pagets Disease ), હાડકા માં ફેલાયેલા કેન્સર વગેરે રોગો માં આલ્કલાઈન ફોસફેટેઝ નું પ્રમાણ લોહી માં વધારે જોવા મળે છે.
- આલ્કલાઈન ફોસફેટેઝ નું પ્રમાણ હાડકા ના રોગો ને કારણે વધ્યું છે કે લીવર ના રોગો ને કારણે, તે જાણવા માટે લીવર ફંક્સન ટેસ્ટ તરીકે ઓળખાતા બીજા ટેસ્ટ જેવા કે SGPT, SGOT, GGT વગેરે કરવા માં આવે છે, અને જો આ ટેસ્ટ નું પરિણામ નોર્મલ હોય તો તે હાડકા ના રોગો હોવાની શક્યતા સૂચવે છે.
- જયારે આલ્કલાઈન ફોસફેટેઝ નું પ્રમાણ લીવર ના કેન્સર અથવા તો હાડકા ના કેન્સર અથવા તો બીજા કોઈ રોગ ને કારણે વધ્યું હોય ત્યારે તેની સારવાર ને કારણે તો રોગ પર કાબુ મળી રહ્યો હોય તો આલ્કલાઈન ફોસફેટેઝ નું લેવલ ઓછું થવા લાગે છે. તેથી નિયમિત રીતે તે માપવામાં આવે છે.
To know more about Alkaline Phosphatase, Liver Function Tests and other markers of Bone and Liver diseases call now on 9429410291 or visit VIPLab.in