Anti-Müllerian Hormone (AMH) lab test importance in treatment for Infertility:
એન્ટી મુલેરિઅન હોર્મોન (AMH) સ્ત્રીઓ માં અંડાશય (ઓવરીઝ) ઘ્વારા બનતું એક અંતઃ સ્ત્રાવ (હોર્મોન) છે અને તે સ્ત્રીઓમાં પ્રજનન શક્તિ સાથે જોડાયેલું છે.
સ્ત્રીમાં ગર્ભ ધારણ થવાની ઉંમર માં AMH નું પ્રમાણ જેમ ઉંમર વધતી જાય અને પ્રજનન શક્તિ ઘટતી જાય તેમ ઘટ્યું જાય છે અને મેનપૉઝ ( રજોનિવૃત્તિ) નજીક આવે તેમ એકદમ ઘટી ને મેનોપોઝ પછી લોહીમાં AMH નું પ્રમાણ નહિવત રહે છે.
જો મેનોપોઝ પહેલાજ સ્ત્રી માં AMH નું પ્રમાણ જરૂર કરતા ઓછું જણાય તો તેનો મતલબ છે કે અંડાશય (ઓવરીઝ ) માં સ્ત્રીબીજ ની સંખ્યા ઓછી થઇ ગઈ છે અથવા તો તેની ગુણવત્તા ખરાબ છે અને તેને ગર્ભ ધારણ થવાની શક્યતા પણ ઓછી છે. આવી સ્ત્રીઓ માં વ્યંધત્વ નિવારણ ની સારવાર જેવી કે IVF નો રિસ્પોન્સ બરોબર મળતો નથી. જયારે AMH નું પ્રમાણ ખુબજ ઓછું હોય તો આવી પરિસ્થિતિ ને "premature ovarian failure " પણ કહેવામાં આવે છે.
વ્યંધત્વ (ઈનફર્ટિલિટી) ની સારવાર વખતે સ્ત્રી માં AMH નું પ્રમાણ જાણવાથી તેના અંડાશય માં કેટલા સ્ત્રી બીજ બનવાની શક્યતા (ovarian reserve) છે તે જાણી શકાય છે અને તેનું મેનપૉઝ ( રજોનિવૃત્તિ) ક્યારે આવશે તે પણ સમજી શકાય છે.
વ્યંધત્વ (ઈનફર્ટિલિટી) ની સારવાર વખતે સ્ત્રી માં AMH નું પ્રમાણ જો દવા આપ્યા પછી ખુબજ વધી જાય તો તેનો મતલબ છે કે તેનું અંડાશય જરૂર કરતા વધારે સ્ત્રી બીજ બનાવી રહ્યું છે અને તે મુજબ દવા બદલવા માં આવે છે.
વ્યંધત્વ ની સારવાર ઉંપરાંત એન્ટી મુલેરિઅન હોર્મોન (AMH) ટેસ્ટ બીજા રોગો માં પણ કરાવવા માં આવે છે જેવાકે :
- PCOS (Poly Cystic Ovarian Syndrome) નું નિદાન કરવા માટે ,
- અંડાશય ના કેન્સર (Ovarian Cancer) ની સારવાર ની અસરકારકતા તપાસવા,
- જન્મેલા બાળક ની જાતિ જયારે ખબર ના પડે (Ambiguous Genitalia) ત્યારે અથવા તો
- નાના છોકરા માં અંડકોષ ( વૃષણ) બરોબર કામ કરે છે કે નહીં તે તપાસવા માટે.
If you are suffering from Infertility, and you want to know the level of AHM call now on 9429410291.