blog-1
SGPT અથવા ALT અથવા ALALANINE AMINOTRANSFERASE લેબોરેટરી ટેસ્ટ વિષે અચૂક જાણવા જેવું :

૧) SGPT ટેસ્ટ લીવર ને લગતી બીમારીઓ નું નિદાન કરવા માટે, અને લીવર ની બીમારીઓ માં ટ્રીટમેન્ટ ની અસર તપાસવા માટે કરવા માં આવે છે. 

૨) SGPT ટેસ્ટ બ્લડ ના સેમ્પલ માંથી કરવા માં આવે છે અને સેમ્પલ ગમે ત્યારે લઇ શકાય છે, તેના માટે ભૂખ્યા પેટે કે કોઈ ચોક્કસ સમયે સેમ્પલ લેવાની જરુર નથી. 

૩) SGPT ટેસ્ટ ડોક્ટર ત્યારે કરાવે છે જયારે લીવર ને લગતી બીમારી ના લક્ષણ જેવા કે તાવ, ઉલ્ટી, ઉબકા, પેટ માં દુખાવો વગેરે હોય; અથવા જયારે હિપેટાઇટિસ વાઇરસ નો ચેપ લાગ્યા ની શક્યતા હોય; અટવા તો રૂટિન ચેક - અપ  અને બોડી પ્રોફાઈલ ટેસ્ટ ના ભાગ રૂપે કરવા માં આવે છે. 

૪) લીવર ની બીમારી માં SGPT ટેસ્ટ ની સાથે ક્યારેક લીવર ફંકશન ટેસ્ટ તરીકે ઓળખાતા અન્ય ટેસ્ટ જેવા કે SGOT, BILIRUBIN, ALP, GAMMA GT, HEPATITIS PANEL પણ કરાવવા માં આવે છે. 

૫) SGPT ટેસ્ટ સામાન્ય રીતે 5 થી 40 યુનિટ્સ/લિટર હોય છે. અને કેટલાક કિસ્સાઓ માં ૬૦ કે ૭૦ સુધીનું લેવલ પણ નોર્મલ ગણવામાં આવે છે. 

૬) દરેક લેબોરેટરી માં વપરાતા મશીન, ટેક્નિક અને કેમિકલ પ્રમાણે તે લેબોરેટરી એક રેફરેન્સ લેવલ સ્થાપિત કરતી હોય છે અને રિપોર્ટ માં દર્દી ના SGPT લેવલ ની બાજુમાં તેનું રેફરેન્સ લેવલ લખતી હોય છે. 

૭) તમારું SGPT ટેસ્ટ નું રિઝલ્ટ નોર્મલ છે કે એબ્નોર્મલ તે ડોક્ટર લેબોરેટરી નું રેફરેન્સ લેવલ અને દર્દી ના રોગો ને લગતા લક્ષણો જોઈને તથા જરૂર લાગે તો અન્ય ટેસ્ટ કરીને પછી નક્કી કરે છે. તેથી દર્દીએ ફક્ત SGPT ટેસ્ટ નું લેબોરેટોરી રિપોર્ટ ની લેવલ વાંચીને પોતાને લીવર ની બીમારી છે કે નહિ તે નક્કી કરી લેવું ના જોઈએ. 

૮) SGPT ટેસ્ટ નું લેવલ વધારે હોય તો દરેક કિસ્સા માં જરૂરી નથી કે લીવર ની બીમારી હોય, અન્ય કારણો પણ હોય શકે છે, જે ડોક્ટર દર્દી ને તપાસી નક્કી કરે છે. 

૯) SGPT ટેસ્ટ નું લેવલ જેટલું વધારે એટલું લીવર ને વધારે નુકસાન થયું છે એવું પણ નથી હોતું, અને એજ રીતે SGPT ટેસ્ટ નું લેવલ ઓછું હોય તો લીવર ને નુકસાન નથી થયું એવું પણ નક્કી ના કરી શકાય. જેમ કે હિપેટાઇટિસ A ના શરૂઆત ના તબ્બકા માં SGPT ટેસ્ટ નું લેવલ ક્યારેક હજારો માં હોય છે, પણ થોડા દિવસોમાં યોગ્ય સારવાર થી તે માટી જાય છે અને નોર્મલ થઇ જાય છે, જયારે ક્રોનિક લીવર ડીસીસ માં લીવર ને ખાસ્સું નુકસાન થયા હોવા છતાં, ક્યારેક SGPT ટેસ્ટ નું લેવલ ધોડુંજ વધેલું હોય છે. 

૧૦) અમુક દવાઓ ની આડઅસર ને કારણે પણ SGPT ટેસ્ટ નું લેવલ વધતું હોય છે, આથી જયારે પણ ડોક્ટર ને બતાવો ત્યારે પહેલેથી ચાલતી કોઈ પણ દવાઓ વિષે અચૂક જણાવવું જોઈએ

For more information and to check your SGPT level today call 9429410291 or book a home visit here