
તમારા શરીર માં વિટામિન ડી ની ખામી છે કે નહિ તે જાણવા માટે પેથોલોજી લેબોરેટોરી માં રિપોર્ટ કરાવવો જરૂરી છે, પરંતુ જો નીચેના ચિન્હો માંથી કોઈ પણ જોવા મળે તો તમારે વિટામિન ડી ની લેબોરેટોરી તાપસ કરાવવી જરૂરી છે :
૧) જો તમે શ્યામ વર્ણા હો અને તમારી ત્યાચા વધારે ડાર્ક હોઈ તો : કારણકે જો તમારી સ્કિન નો કલર ડાર્ક હોઈ તો તમારે કોઈ સ્વેત કલર ની વ્યક્તિ કરતા ૧૦ ગણું વધારે સૂર્ય પ્રકાશ માં રહેવું પડે, જેથી તમારું શરીર પૂરતા પ્રમાણ માં વિટામિન ડી ઊત્પન્ન કરી શકે.
તમારી ત્યાચા માં રહેલું પીગ્મેન્ટ એક કુદરતી સનસ્ક્રીન તારીખે કામ કરે છે, તેથી જેટલું વધારે પીગ્મેન્ટ હોઈ તેટલું વધારે તમારે પૂરતા પ્રમાણ માં વિટામિન ડી ઉત્પન્ન કરવા માટે સૂર્યપ્રકાશ માં રહેવું પડે.
2) જો તમને ડિપ્રેસન હોઈ અથવા તમારો મૂડ સારો ના રહેતો હોઈ તો :
મગજ માં રહેલું સિરોટોનિન નામનું તત્વ, પ્રકાશ માં વધે છે અને ઓછા સૂર્યપ્રકાશ વાળા વાતાવરણ માં ઘટે છે. એક સંશોધન માં જાણવા મળ્યું છે કે જે લોકો ડિપ્રેસ રહેતા હોઈ તેમનામાં વિટામિન ડી ની ખામી હોવાની શક્યતા સામાન્ય લોકો કરતા ૧૧ ગણી વધારે છે.
૩) તમારી ઉંમર ૫૦ કે વધુ છે :
ઉમર વધવાની સાથે તમારી ત્યાચા ની વિટામિન ડી બનાવવાની ક્ષમતા ઓછી થતી જાય છે. સાથે સાથે કિડની ની વિટામિન ડી નું શરીર માટે ઉપયોગી તત્વ માં રૂપાંતર કરવાની ક્ષમતા પણ ઘટી જય છે. અને ઘરડા લોકો બંધ બારણે વધારે રહેતા હોવાથી પૂરતા પ્રમાણ માં સૂર્ય પ્રકાશ ની ઉણપ રહે છે. આ બધાજ કારણો થી ઉમર વધવાની સાથે વિટામિન ડી ની ખામી સર્જાવાની શક્યતા વધતી જાય છે.
૪) જો તમારું વજન વધારે હોય / તમે મેદસ્વી હો અથવા શરીર કદાવર હોય તો:
વિટામિન ડી " ફેટ સોલ્યૂબલ " વિટામિન હોવાના કારણે, શરીર માં રહેલી ચરબી (ફેટ) માં તે જમા થઇ છે. તેથી મેદસ્વી વ્યક્તિ ને પાતળી વ્યક્તિ કરતા વિટામિન ડી વધુ માત્રામાં જોઈએ છે.
૫) જો તમને હાથ-પગ નો (હાડકા નો ) દુખાવો અને સાથે વધુ પડતો થાક લાગતો હોઈ તો:
વિટામિન ડી હાડકામાં કેલ્શ્યિમ ના યોગ્ય ઉપયોગ માટે ખુબજ જરૂરી છે અને તેની ઉણપ ને કારણે હાડકા નબળા પડી જાય છે. જેને કારણે હાડકા નો દુખાવો થતો જોઈ છે.
૬) ક્પાળ પાર વધુ પડતો પરસેવો થતો હોઈ તો :
ખાસ કરીને નાના બાળકો માં વિટામિન ડી ની ખામી છે કે નહિ તે જાણવા માટે ડોક્ટર માતાને ખાસ પૂછતાં હોઈ છે કે બાળક ને ક્પાળ પર વધુ પડતો પરસેવો થઇ છે કે નહિ.
૭) જો તમારી પાચન ક્રિયા માં કોઈ તકલીફ હોઈ તો :
વિટામિન ડી 'ફેટ સોલ્યૂબલ' વિટામિન છે, તેથી જો પાચન ક્રિયા માં કોઈ એવી તકલીફ હોઈ કે ચરબી નું પાચન અને શોષણ અતરડામાંથી બરોબર ના થઇ તો વિટામિન ડી ની ખામી ઉદ્ભવી શકે છે. આથી અતરડાની અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ રોગો જેવાકે ક્રોહન્સ ડીસીસ, ગ્લુટેન સેન્સિટિવિટી, ઇન્ફ્લેમેંટોરી બોવેલ ડીસીસ, લાંબા સમય માટે ડાયેરિયા વગેરે માં વિટામિન ડી નું લેવલ ખાસ તપાસવું જોઈએ.