blog-1
Urine Albumin Creatinine Ratio (ACR)

Urine Albumin Creatinine Ratio (ACR) a test to detect early damage to Kidney in case of chronic diseases such as Diabetes and Blood Pressure. 

 

  • અમુક લાંબા સમય ની બીમારીઓ એટલે કે ક્રોનિક ડીસીઝ જેવી કે ડાયાબિટીસ, બ્લડ પ્રેસર વગેરે કિડની પર અસર કરતા હોય છે. કિડની પર થઇ રહેલી આ ખરાબ અસર જો સમયસર પકડાઈ જાય તો સારવાર માં ફેરફાર કરીને કિડની ને વધારે નુકસાન થતું અટકાવી શકાય છે અને આગળ જતા કિડની ફેલ થતી અટકાવી શકાય છે.
  • જયારે આવા રોગો માં કિડની પર અસર થવાની શરૂઆત થાય છે ત્યારે શરૂઆત ના કેટલાક વર્ષો સુધી યુરિન માં પ્રોટીન થોડી માત્રા માં આવવાનું સારું થાય છે અને બાકીના કિડની ના રિપોર્ટ જેવા કે બ્લડ યુરિયા, સીરમ ક્રિએટિનિન વગેરે નોર્મલ હોય છે.
  • આવા સંજોગો માં યુરિન આલ્બ્યુમીન ક્રિએટીનીન રેશિઓ (ACR ) ટેસ્ટ કરાવવામાં આવે છે, જે ટેસ્ટ થી ખબર પડે છે કે પેશાબ (યુરિન ) માં કેટલા પ્રમાણ માં પ્રોટીન (આલ્બ્યુમીન) જઇ રહ્યું છે.
  • અમેરિકન ડાયાબિટીસ એસોસિએશને આ ટેસ્ટ ની ભલામણ કિડની પર થતી અસર ને શરૂઆત માં પકડવા માટે કરી છે.
  • પેશાબ માં જતા પ્રોટીન (આલ્બ્યુમીન) ની માત્રા જુદા જુદા સમયે બદલાતી હોવાથી, ACR ટેસ્ટ નું પરિણામ (RESULT ) કન્ફ્રર્મ કરવા માટે ૩ થી ૬ મહિનામાં આ ટેસ્ટ ૨ વખત રિપીટ કરવો જોઈએ અને પછી તેના પરથી સારવાર માં ફેરફાર કરવા જોઈએ.
  • ડાયાબિટીસ ના દર્દીઓમાં આ ટેસ્ટ દર વર્ષે કરાવવો જોઈએ અને બ્લડ પ્રેસર ના દર્દીઓમાં આ ટેસ્ટ ડોક્ટર ના જણાવ્યા પ્રમાણે કરવાવવો જોઈએ.
  • જો ACR ટેસ્ટ નું રિઝલ્ટ વધારે (એબ્નોર્મલ) આવે તો તેનો મતલબ છે કે કિડની પર ખરાબ અસર થઇ રહી છે. આ સંજોગો માં જો ડાયાબિટીસ હોય તો બ્લડ સુગર (ગ્લુકોઝ) ને વધુ સારી રીતે કન્ટ્રોલ માં રાખવું જોઈએ અને જો બ્લડ પ્રેસર હોય તો તેને કન્ટ્રોલ માં રાખવું જોઈએ, જેથી કિડની ને વધુ ખરાબ અસર થતી અટકાવી શકાય.

 

URINE ALBUMIN CREATININE RATIO (ACR) ટેસ્ટ કરાવવા માટે આજેજ VIP LAB કોન્ટેક્ટ કરો અથવા ૯૪૨૯૪૧૦૨૯૧ પર કોલ કરો