blog-1
Young Adult Body Profile (19 to 29 years age group)

૧૯ થી ૨૯ વર્ષ ની યુવાવસ્થા એક એવો સમય છે કે જયારે તમારા સ્વાસ્થ્ય ની યોગ્ય સાર-સંભાળ રાખવાથી તેનો લાભ આવનારા અનેક દસકાઓ સુધી મળતો રહે છે. તમારા સ્વાસ્થ્ય ની યોગ્ય સાર-સંભાળ ના ચાર મુખ્ય પાસ છે:  ૧) પૌષ્ટિક ખોરાક; ૨) યોગ્ય શારીરિક પ્રવૃતિઓ જેવીકે કસરત, યોગ, પ્રાણાયામ, વગેરે; ૩) તંદુરસ્ત જીવન શૈલી અને ૪) નિયમિત અંતરે કરાવવામાં આવતા સ્ક્રિનિંગ ટેસ્ટ. 
આ ચાર માંથી સ્ક્રિનિંગ ટેસ્ટ, એ સૌથી વધારે ઉપેક્ષિત પાસું છે. પણ તેના વગર બાકીના ત્રણ નું મહત્વ ઘણું ઓછું થઇ જાય છે. 

સ્ક્રિનિંગ ટેસ્ટ એટલે એવી મેડિકલ અને લેબોરેટરી તપાસ (ટેસ્ટ) જે તમારા શરીર માં થઇ રહેલી કોઈપણ તકલીફ કે રોગ ને શરૂઆત ના તબક્કા માં પકડી શકે, એવા તબક્કા માં કે જયારે તમને આ રોગ ના કોઈ લક્ષણો પણ દેખાતા ના હોય, પરંતુ જો આ તબક્કા માં રોગ પકડાઈ તો તેને મટાડવો શક્ય હોય છે અથવાતો ગંભીર બનવાથી અટકાવવો ઓછો ખર્ચાળ સાબિત થાય છે. દાખલ તરીકે, જો તમારા લોહી માં કોલેસ્ટ્રોલ ની માત્ર વધુ હોય તો ઘણા વર્ષો સુધી તેની ખરાબ અસર નો તમને કોઈ અણસાર આવશે નહિ અને જયારે હૃદય રોગ ના લક્ષણો દેખાય ત્યારે ખુબજ મોડું થઇ ગયું હશે અને તેની સારવાર માં લાખો નો ખર્ચ થશે. એજ રીતે ડાયાબિટીસ થયા પછી શરૂઆત ના વષો માં દર્દી ને કોઈ લક્ષણો દેખાતા નથી અને જયારે તેની અસર કિડની, ર્હદય કે આંખો પર દેખાય છે ત્યારે તેની સારવાર ઘણી મુશ્કેલ અને ખર્ચાળ હોય છે. 

આ બધીજ મુસીબતો માં થી બચવું એકદમ સહેલું છે. તમારે ફક્ત નિયમિત રીતે  VIP LAB દ્વારા તમારા માટે ખાસ બનાવવામાં આવેલ  "YOUNG ADULT BODY PROFILE "  કરાવવા નો છે, જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિ થી એવા સ્ક્રિનિંગ લેબોરેટોરી ટેસ્ટ કરાવવામાં આવે છે જે તમને આવનારા અનેક દસકાઓ સુધી તંદુરસ્ત જીવન જીવવામાં મદદ કરશે.

To book this profile call on 9429410291 or click : https://www.viplab.in/packages/young-adult-body-profile-19-to-29-years-age-group/