બીલીરુબીન નું પરીક્ષણ શા માટે કરવામાં આવે છે?
યકૃત (લીવર) ની વિકૃતિઓ અથવા હેમોલિટીક એનિમિયા માટે ની તપાસ કરવા માટે અથવા જો રોગ હોય તો તેની દેખરેખ રાખવા માટે; નિયોનેટલ (નવજાત શિશુ) ના કમળોનું નિરીક્ષણ કરવા માટે, બીલીરુબીન બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે.
સીરમ બીલીરુબીન લેવલ ક્યારે ચકાસવામાં આવે છે?
જ્યારે તમને યકૃતના નુકશાન, યકૃતની બિમારી, પિત્તાશય ની ડક્ટ ને અવરોધ, હેમોલિટીક એનિમિયા, અથવા યકૃત-સંબંધિત મેટાબોલિક સમસ્યાના સંકેતો અથવા લક્ષણો હોય અથવા જો નવજાત બાળકને કમળો હોય તેવા સંજોગોમાં બિલિટુબીન લેવલ ચકાસવામાં આવે છે.
બીલીરુબીન ટેસ્ટ કરવામાટે ક્યાં નમૂના જરૂરી છે ?
પુખ્ત વયના લોકો માં રક્તના નમૂનાને હાથની નસમાંથી લેવામાં આવે છે; નવજાત શિશુમાં, એક હીલસ્ટિકથી લોહીનો નમૂનો; બિન-આક્રમક તકનીકી કેટલીક હેલ્થકેર સુવિધાઓ ઉપલબ્ધ છે જે ત્વચા પર મૂકવામાં આવેલા સાધન (બિલોરૂબિન મીટર) નો ઉપયોગ કરીને બિલીરૂબિનને માપી શકે છે.
શું પરીક્ષણ કરવામાં આવે છે ?
બિલીરૂબિન નારંગી-પીળો રંગદ્રવ્ય છે, જે જે મુખ્યત્વે HEME ના બ્રેકડાઉન દ્વારા ઉત્પન્ન થયેલ વેસ્ટ પ્રોડક્ટ છે. હીમ હિમોગ્લોબિનનો એક ભાગ છે, જે લાલ રક્તકણો (આરબીસી) માં જોવા મળે છે. બિલીરૂબિનને આખરે લીવર દ્વારા પ્રક્રિયા કરીને તેને શરીરમાંથી દૂર કરવામાં આવે. બીલીરુબીન નું પરીક્ષણ વ્યક્તિના યકૃત ના કાર્ય (ફંકશન) નું મૂલ્યાંકન કરવા અથવા તો આરબીસીના વિનાશ (હેમોલિટીક એનેમિયા) ના કારણે થતા એનામિયાના નિદાન માટે મદદરૂપ છે.
રક્તક્ણ સામાન્ય રીતે આશરે 120 દિવસના પરિભ્રમણ બાદ નાશ પામે છે. "હીમ" હિમોગ્લોબિનમાંથી મુક્ત થાય છે, તે બિલીરૂબિનમાં રૂપાંતરિત થાય છે. બિલીરૂબિનના આ સ્વરૂપને "બિન-સંકલિત બિલીરૂબિન" (unconjugated બીલીરુબીન) પણ કહેવામાં આવે છે. બિન-સંકલિત બિલીરૂબિનને પ્રોટીન દ્વારા યકૃતમાં લઇ જવામાં આવે છે; ત્યાં, સંયોજિત બિલીરૂબિન (conjugated બીલીરુબીન) રચવા માટે બિલીરૂબિન સાથે શર્કરા જોડાય છે (સંયોજિત). સંકલિત બિલીરૂબિન પિત્તમાં પ્રવેશ કરે છે અને યકૃતથી નાના આંતરડા સુધી જાય છે; ત્યાં, તેને બેક્ટેરિયા દ્વારા તોડી નાખવામાં આવે છે અને આખરે ઝાડા દ્વારા તે શરીર માંથી બહાર જાય છે. આ રીતે, બિલીરૂબિનના બ્રેકડાઉન દ્વારા બનેલા તત્વો સ્ટૂલને તેનો લાક્ષણિક ભૂરો રંગ આપે છે.
એક સામાન્ય, તંદુરસ્ત પુખ્તમાં દરરોજ (આશરે 250 થી 350 મિલિગ્રામ) બિલીરૂબિનનું ઉત્પાદન થાય છે. મોટા ભાગના (85%) બિલીરૂબિન ક્ષતિગ્રસ્ત અથવા ભ્રષ્ટ રક્તકણો માંથી ઉદ્ભવે છે, બાકી નું બીલીરુબીન અસ્થિ મજ્જા અથવા યકૃતમાંથી ઉતરી આવે છે. સામાન્ય રીતે, બિન-સંકલિત બિલીરૂબિનની થોડી માત્રા રકતમાં મુક્ત થાય છે, પરંતુ સંયોજિત બિલીરૂબિન રક્ત માં સામાન્ય રીતે હોતું નથી. લેબોરેટોરી ના પરીક્ષણો દ્વારા બંને સ્વરૂપોને માપી શકાય છે, અને ટોટલ બિલીરૂબિન નું પ્રમાણ પણ જાણ થઈ શકે છે.
જો બિલીરૂબિનનું સ્તર લોહીમાં વધતું જાય, તો એક વ્યક્તિ આંખો અને ચામડી પીળા દેખાશે. બિલીરૂબિન પરીક્ષણનાં પરિણામોની પેટર્ન ડોક્ટર્ન ને બીલીરુબીન વધવાના કારણ વિશેની માહિતી આપે છે. દાખલા તરીકે, આરબીસીના વિનાશ (હેમોલિસિસ) ના અસામાન્ય પ્રમાણ ને કારણે અથવા જયારે યકૃત બિલીરૂબિન (એટલે કે, યકૃતના રોગો જેવા કે સિરોસિસ અથવા વારસાગત સમસ્યાઓ ને કારણે) નો નાશ કરવામાં અસમર્થ હોય ત્યારે (unconjugated બીલીરુબીન) બિન-સંકલિત બિલીરૂબિન લોહીમાં વધારે હોય છે. તેનાથી વિપરિત, જ્યારે યકૃત બિલીરૂબિનની પ્રક્રિયા કરવા સક્ષમ હોય પરંતુ તેને દૂર કરવા માટે પિત્તાશય સક્ષમ નથી હોઉં ત્યારે સંયોજિત બિલીરૂબિન નું પ્રમાણ લોહી માં વધે છે; જયારે આવું થાય છે, ત્યારે ઘણીવાર એક્યુટ હિપેટાઇટિસ અથવા પિત્તાશય ની નળીનો અવરોધ હોય છે.
જન્મ પછીના થોડા દિવસોમાં નવજાત શિશુ માં , કુલ અને "બિન સઁકલિત બિલીરૂબિન"નું પ્રમાણ (total and unconjugated bilirubin ) વધારે હોય છે જેને "નવજાત શિષ્યો નો ફિઝીયોલોજિક કમળો" કહેવામાં આવે છે અને એનું કારણ એ છે કે નવજાત બાળક નું યકૃત બિલીરૂબિન પર પ્રક્રિયા કરવા માટે પૂરતું સક્ષમ નથી હોતું. સામાન્ય રીતે, ફિઝીયોલોજિક કમળો થોડા દિવસોમાં કોઈ પણ ઈલાજ વગર માટી જાય છે. જો કે, નવજાત બાળકના હેમોલિટીક (બાળક અને માતા વચ્ચે રક્તની અસંગતતા) રોગમાં, રક્ત કણ નો વધુ પડતો નાશ થાય છે જેને કારણે ; આ કિસ્સાઓમાં, સારવારની જરૂર પડી શકે છે કારણ કે "બિન સઁકલિત બિલીરૂબિન" નું લોહી માં વધુ પડતું પ્રમાણ નવા જન્મેલા મગજને નુકસાન પહોંચાડી શકે છે.
સીરમ બીલીરુબીન ટેસ્ટ ક્યારે કરાવવા માં આવે છે ?
ડોક્ટર સામાન્ય રીતે અન્ય લેબોરેટોરી પરીક્ષણો જેવા કે (આલ્કલાઇન ફોસ્ફેટઝ, એસ્પાર્ટ્રેટ એમીનોટ્રોન્સફેરેસ, એલૅનિન એમીનોટ્રોન્સફેરેઝ) ની સાથે બિલીરૂબિન નું પરીક્ષણ ત્યારે કરાવે છે જ્યારે કોઈ વ્યક્તિ યકૃત (લીવર) ના કાર્ય (ફંક્સન) માં કોઈ પર્ણ પ્રકાર નો અવરોધ દર્શાવે છે જેમ કે વ્યક્તિ ને :
કમળો હોવાના લક્ષણ દેખાય.
દારૂ અતિશય પ્રમાણમાં પીતી હોય
ઝેરી દવા પીધા હોવાની શક્યતા હોય
જયારે વ્યક્તિ હીપેટાઇટિસ પેદા કરતા વાઇરસ ના સમ્પર્ક માં આવી હોય
વ્યક્તિ માં અન્ય નીચે દરસાવેલા અન્ય લક્ષણો હોય:
ઘટ્ટ પીળો પેશાબ
ઉબકા / ઉલટી
પેટનો દુખાવો અને / અથવા સોજો
વધુ પડતો થાક અને શરીર નો દુખાવો
જયારે એનિમિયાના કારણ તરીકે હેમોલિટીક એનિમિયા હોવાની આશઁકા હોય ત્યારે પણ બીલીરુબીન નું પ્રમાણ ચકાસવા માં આવે છે. આ કિસ્સામાં, હેમોલીસીસનું મૂલ્યાંકન કરવા માટે કરાવતા અન્ય પરીક્ષણો જેમ કે CBC , રેટિક્યુલોટાઇટ્સ ગણતરી, હપ્ટોગ્લોબિન અને LDH વેરે સાથે બીલીરુબીન લેવલ પણ ચકાસવામાં આવે છે.