શા માટે સીરમ ક્રિએટિનિન નું પરીક્ષણ કરવામાં આવે છે?
તમારી કિડની ની કાર્યક્ષમતા નું મૂલ્યાંકન કરવા માટે; કિડની રોગ નું નિદાન કરવામાં માટે; કિડની રોગોની સારવાર ને મોનીટર કરવા માટે.
સીરમ ક્રિએટિનિન ક્યારે ચકાસવામાં આવે છે?
"બેઝિક બોડી પ્રોફાઈલ" અથવાતો "બેઝિક મેટાબોલિક પેનલ"ના ભાગ રૂપે; જ્યારે તમારા શારીરિક લક્ષણો કિડની રોગ હોવાની શક્યતા દર્શવે છે અથવા જ્યારે તમારી કોઈ કન્ડિશન અથવા તો રોગ તમારી કિડનીને અસર કરે તેની શક્યતા હોય અને / અથવા કિડની ડિસફંક્શન દ્વારા તે રોગ અથવાતો કન્ડિશન વધુ વર્ણવાની સંખ્યાતા હોય; તમે અમુક દવાઓ લેતા હો જે તમારી કિડની ને ખરાબ અસર કરી શકે તેમ હોય અથવાતો કિડની નો રોગ હોય તો તેની સારવાર મોનિટર કરવામાટે સીરમ ક્રિએટિનિન ટેસ્ટ કરાવવામાં આવે છે.
સીરમ ક્રિએટિનિન ટેસ્ટ માટે ક્યાં લેબોરેટોરી નમૂના જરૂરી હોય છે ?
તમારા હાથમાં નસમાંથી લીધેલું લોહી.
સીરમ ક્રિએટિનિન ક્યારે કરાવવામાં આવે છે?
કિડની ડિસફંક્શનના કેટલાક નીચેના સંકેતો અને લક્ષણોમાં નો સમાવેશ થાય છે:
- થાક, એકાગ્રતા અભાવ, ઓછી ભૂખ લાગવી, અથવા ઊંઘ ઓછી આવવી.
- ખાસ કરીને આંખોની આસપાસ અથવા ચહેરા, કાંડા, પેટ, જાંઘ અથવા પગની ઘૂંટીઓ પર સોજો.
- ફીણવાળો, લોહિયાળ અથવા કોફી-રંગનો પેશાબ
- પેશાબની માત્રામાં ઘટાડો
- પેશાબ કરવામાં સમસ્યાઓ, જેમ કે બળતરા થવી અથવા પેશાબ દરમિયાન અસામાન્ય ડિસ્ચાર્જ, અથવા પેશાબની માત્ર માં ફેરફાર, ખાસ કરીને રાત્રે
- કિડની સ્થિત થયેલ છે તે નજીકની પાંસળીની નીચે મિડ-બેક પીડા,
- હાઈ બ્લડ પ્રેશર
ક્રીટીનિન ટેસ્ટ, જ્યારે કોઇને કિડની ડિસઓર્ડર હોય અથવા રોગ હોય જે કિડની ના કાર્ય પર અસર કરી શકે છે ત્યારે, BUN ટેસ્ટ અને પેશાબ માં એલ્બુમિન ટેસ્ટ ની સાથે નિવોમીટ રીતે કરાવવામાં આવે છે.
- સી.ટી. સ્કેન કરતા પહેલા ક્રિએટિનિન ટેસ્ટ કરાવવા માં આવે છે.
- ચોક્કસ દવાઓ આપતા પહેલા કિડની ની કર્યક્ષમતા જોવા માટે ક્રિએટિનિન ટેસ્ટ કરાવવામાં આવે છે.
- ડાયાલિસિસ કર્યા પછી ક્રિએટિનિન ટેસ્ટ કરવામાં આવે છે જેથી જાણી શકાય કે ડાયાલીસીસ કેટલું અસરકારક થયું છે.
ક્રિએટિનિન ટેસ્ટ પરીક્ષણના પરિણામનો અર્થ શું છે?
કિડનીની બિમારી અથવા કિડનીના કાર્યને અસર કરતી અન્ય પરિસ્થિતિઓમાં લોહીમાં વધેલા ક્રિએટિનિનના સ્તરના કારણો માં નીચે મુજબ હોઈ શકે છે :
- કિડની (ગ્લોમેરીલોફ્રીટીસ) માં રક્તવાહિનીઓના નુકસાન અથવા સોજો, ઉદાહરણ તરીકે, ચેપ અથવા ઓટોઈમ્યુન બિમારીઓ
- કિડની (પિયોલેફ્રીટીસ) ના બેક્ટેરિયલ ચેપ
- કિડનીના નાના ટ્યુબ્સ (એકયુટ ટ્યુબ્યુલર નેક્રોસિસ) માં નુકસાન, ઉદાહરણ તરીકે, દવાઓ અથવા ઝેર
- પ્રોસ્ટેટ રોગ, કિડની પથરી, અથવા પેશાબની નળીઓનો અવરોધ, ડીહાઇડ્રેશન, હ્રદય રોગ, એથરોસ્ક્લેરોસિસ, અથવા ડાયાબિટીસની જટિલતાઓને લીધે કિડનીમાં રક્ત પ્રવાહમાં ઘટાડો
ક્રિએટિનના ક્લિયરન્સ ટેસ્ટના ભાગ રૂપે 24-કલાક ના પેશાબ માં ક્રિએટીન નું સ્તર અને રક્ત સ્તર, બન્ને નું સાથે મૂલ્યાંકન કરવામાં આવે છે.