
#1 સવારનો નાસ્તો:
સવારનો નાસ્તો ઘણા બધા કારણો ને લીધે ખુબજ જરૂરી છે.જેમ કે સવારના નાસ્તાથી આપણા શરીર માં ચયાપચયની ક્રિયા ની શરૂઆત થાય છે અને પછીથી અતિશય ભૂખ લાગતી પણ અટકાવે છે. એ ઉપરાંત ઘણા બધા અભ્યાસ પર થી જાણવા મળ્યું છે કે જે લોકો સવારે નિયમિત પણે હેલ્થી બ્રેકફાસ્ટ કરે છે એ લોકો પોતાના કામમાં સારું પર્ફોર્મન્સ આપી શકે છે અને જે બાળકો નિયમિત પણે સવારનો નાસ્તો કરે છે તેઓ પણ તેમના અભ્યાસ માં સારું પર્ફોર્મન્સ આપી શકે છે.જો તમે અતિશય હેવી બ્રેકફાસ્ટ ના લઇ શકો તો થોડા ફળો કે સૂકોમેવાનો પણ બ્રેકફાસ્ટમાં સમાવેશ કરી શકો છો પણ ક્યારેય બ્રેકફાસ્ટ ને ટાળવો (Skip) તો ના જ કરવો જોઈએ.

#2 યોજના પૂર્વકનું ભોજન:
યોજના પૂર્વકનું ભોજન લેવાથી તમારો સમય અને પૈસા બંનેનો બચાવ થાય છે. ભોજન માટે થોડો સમય કાઢી તમારા ધ્યેય અને જરૂરિયાત ને નક્કી કરો. જો તમારે વજન ઘટાડવું હોય તો તમારા ભોજન માં ખાંડ, ચરબીયુકત અને કાર્બોહાઇડરટે વાળો ખોરાક લેવાનું ટાળવું જોઈએ અને પ્રોટીન્સ તથા વિટામિન્સ વાળા આહાર ને તમારા ભોજનમાં ઉમેરો. યોજનાપૂર્વક ભોજન થી તમે ખોરાક પર કંટ્રોલ કરી શકશો અને એ પણ જોઈ શકશો કે તમે શું ખાધું અને ક્યારે ખાધું તદુપરાંત તમને આડુંઅવળું ખાવાનું મન પણ નહિ થાય.

#3 પુષ્કળ પાણી પીવું:
પાણી આપણા સ્વાસ્થય માટે ખુબ જ જરૂરી છે. આપણા શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે સાથેસાથે પાણી વજન ઘટાડવા માટે પણ અત્યંત ઉપયોગી છે. પાણી માટે એક બીજી બાબત ધ્યાન માં રાખવા જેવી એ પણ છે કે Sugary Drinks થી મેદસ્વીતા (જાડાપણું ) અને type-2 diabetes થઇ શકે છે તો બને તો સાદું પાણી જ વધારે ઉપયોગ માં લેવું . જો તમને સાદું પાણી ન ભાવે તો તમે નારંગી, કાકડી, લીંબુ, કે તરબુચના ટુકડા ઉમેરી તમારી મનગમતો સ્વાદ બનાવી પી શકો છો.

#4 વ્યાયામ માટે સમય આપવો:
સવારે વહેલા ઉઠી ને બેસી રહેવાને બદલે વ્યાયામ કરવા જવું જોઈએ. સવારે બગીચા અથવા તો બિન પ્રદુષિત જગ્યા એ જઇ ઊંડા શ્વાસ લઇ શરીર ને સ્ટ્રેચ્ચ કરવું જોઈએ જેથી શરીરને સ્વચ્છ હવા મળે છે જે આપણા શરીર અને મગજ માટે ખુબજ લાભદાયી છે. અઠવાડિયામાં 5 દિવસ ફક્ત 30 મિનિટ ચાલવાથી શરીરને ઘણી તકલીફોથી દૂર રાખવામાં મદદ મળે છે. જો તમે એકસાથે ચાલવા માટે એટલો સમય ન ફાળવી શકો તો ટુકડે ટુકડે પણ તમે ચાલી શકો છો.

#5 ધુમ્રપાન ટાળવું:
જો તમે ધુમ્રપાન કરતા હોય તો એ છોડી દો કારણ કે સ્વસ્થ સ્વાથ્ય સ્વસ્થ શરીર માટેનું એ પ્રથમ પગલું છે. તમારું શરીર એની જાતે જ ઝડપથી મરામત થઇ જશે. તમારી છેલ્લી સિગારેટ પીધા પછી જો તમે તમારા હૃદય ના ધબકારા અને બ્લડ પ્રેસર ચેક કરશો તો એ તમને ઘણા ઘટેલા (ઓછા) માલુમ પડશે.તો રાહ શેની જોવો છો આજથી જ ધુમ્રપાન બંધ કરી દેશો. તમારા ડોક્ટર પણ ખુશ થશે અને તમને સ્વસ્થ શરીર માટે સહાય મળશે.

#6 પૂરતી ઊંઘ:
પૂરતી ઊંઘ લેવાથી ઘણા બધા ફાયદા થઇ શકે છે. જેમ કે રાત્રે પૂરતી ઊંઘ લેવાથી તમારો મૂડ સારો રહે છે ,તમારી યાદશક્તિ વધે છે, તમે તમારા કાર્ય માં સરખું ધ્યાન આપી શકો છો અને તમે નવી નવી વસ્તુઓ પણ સહેલાઈથી શીખી શકો છો. દરરોજ રાત્રે 7-9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાથી લાંબા ગાળે હૃદયરોગ નું જોખમ ઘટે છે દરરોજ સમયસર નિયમિત રીતે વહેલા સુવાથી અને વહેલા ઉઠવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીર ને પૂરતો આરામ પણ મળે છે.

#7 જાગૃત રહેવું:
જાગૃત રહેવું નો અહીં અર્થ એ છે ધ્યાન કરવું કે ચિંતન કરવું. ઘણા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે ધ્યાન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે અને તમારો મૂડ સારો થાય છે. એક અભ્યાસ પર થી જાણવા મળ્યું છે કે નિયમિત 8 અઠવાડિયા ધ્યાન કરવાથી તમારી લાગણીઓ, યાદશક્તિ માં તમે બદલાવ અનુભવી શકોછો અને કંઈક નવું સહેલાઈથી શીખી શકો છો.ધ્યાનથી તમે કોઈ પણ અશક્ય કાર્ય માં સફળતા પ્રાપ્ત કરી શકો છો.
Source - http://www.webmd.com/fitness-exercise/ss/twelve-habits-super-healthy-people