ના દરેક લેબ ટેસ્ટ માટે ફાસ્ટિંગ (ભૂખ્યા પેટે) બ્લડ સેમ્પલ આપવું જરૂરી નથી.
ઉપવાસની જરૂર હોય તેવા કેટલાક મહત્વપૂર્ણ રક્ત પરીક્ષણ : ફાસ્ટિંગ બ્લડ સુગર અને લિપિડ પ્રોફાઈલ (મુખ્યત્વે ટ્રાઈગ્લિક્રાઇડ) છે.
ઉપરાંત જે 'પ્રોફાઈલ ટેસ્ટ્સ' અને 'બોડી પ્રોફાઈલ ટેસ્ટ્સ' માં ફાસ્ટિંગ બ્લડ સુગર અને લિપિડ પ્રોફાઈલ હોય તેમાં પણ ભૂખ્યા પેટે સેમ્પલ એવું જરૂરી હોય છે. યુરિક એસિડ, ESR , કિડની ફન્કશન ટેસ્ટ વગેરે માં ક્યારેક ડોક્ટર ભૂખ્યા પેટે સેમ્પલ આપવાનું કહે છે.
યુરિન એઝામિનેશન / કલચર માટે જયારે સેમ્પલ લેવાનું હોય ત્યારે સવરૂનું પહેલું પેશાબ નું સેમ્પલ આપવું જરૂરી હોય છે, ખાસ કરીને જયારે ઇન્ફેક્સન માટે તપાસ કરવાની હોય, પણ અને માટે ભૂખ્યા રહેવું જરૂરી નથી.
કોઈ પણ લેબ ટેસ્ટ કરાવતા પહેલા તમારા ડોક્ટર અથવાતો લેબોરેટોરી નો સમ્પર્ક કરીને તે ટેસ્ટ માટે ફાસ્ટિંગ (ભૂખ્યા પેટે) સેમ્પલ આપવું જરૂરી છે કે નહીં તે જાણી લેવું જોઈએ.
ફાસ્ટિંગ (ભૂખ્યા પેટે) સેમ્પલ આપવું તેનો મતલબ છે કે :
- ૧૦ થી ૧૨ કલાક સુધી કોઈ ખોરાક, ચા, કોફી, અન્ય પ્રવાહી કે નાસ્તો ના લેવો.
- પાણી પી શકાય અને જો કોઈ દવા ચાલતી હોય તો તે તેના રાબેતા મુજબ ના સમયે લઇ શકાય.
For further information and queries about your lab tests contact Symbion VIP Diagnostics, 24 hours pathology laboratory in Ahmedabad providing home sample collection service 24 x 365, for any types of routine or specialized lab tests.