Quick Book

(BLOOD UREA) બ્લડ યુરિયા લેબોરેટોરી ટેસ્ટ વિષે માહિતી

(BLOOD UREA) બ્લડ યુરિયા લેબોરેટોરી ટેસ્ટ વિષે માહિતી

(BLOOD UREA) બ્લડ યુરિયા લેબોરેટોરી ટેસ્ટ વિષે માહિતી 

 જ્યારે લીવર માં પ્રોટીન તેના ઘટક ભાગો (એમિનો એસિડ) માં મેટાબોલાઇઝ થાય છે ત્યારે આ પ્રક્રિયા માં એમોનિયા ઉત્પન્ન થાય છે, જે પછી ઓછા ઝેરી વેસ્ટ-પ્રોડક્ટ  "યુરિયામાં "રૂપાંતરિત થાય છે. બ્લડ યુરિયા ટેસ્ટ માં લોહી માં રહેલા "યુરિયા નાઇટ્રોજન"ની માત્રાને માપવામાં આવે છે.

લીવર દ્વારા યુરિયા ને રક્તમાં છોડવામાં આવે છે અને તે કિડની પર જાય છે, જ્યાં તેને રક્તમાંથી ફિલ્ટર કરવામાં આવે છે અને પેશાબમાં છોડવામાં આવે છે. આ પ્રક્રિયા ચાલુ હોવાથી, રક્તમાં સામાન્ય રીતે યુરિયા નાઇટ્રોજન નું  નાનું પણ સ્થિર પ્રમાણ/લેવલ  હોય છે.

બ્લડ યુરિયા લેબોરેટોરી ટેસ્ટ શા માટે પરીક્ષણ કરવામાં આવે છે?

  • કિડનીના આરોગ્યનું મૂલ્યાંકન કરવા માટે; 
  • કિડની ના રોગો નું નિદાન કરવા માટે; 
  • ડાયાલિસિસની અને અન્ય કિડની રોગ સંબંધિત અન્ય સારવારો ની અસરકારકતા ચકાસવા અને નિરીક્ષણ કરવા માટે. 

​બ્લડ યુરિયા ક્યારે ચકાસવામાં આવે છે ?

  • "બેઝિક બોડી પ્રોફાઈલ" ટેસ્ટ અથવાતો "બેઝિક મેટાબોલિક પેનલ"ના ભાગ રૂપે; 
  • જ્યારે તમારા શારીરિક સંકેતો અને લક્ષણો કિડની રોગ ની શક્યતા દર્શાવે છે 
  • જયારે તમને એવી શારીરિક તકલીફ હોય જે કિડની ડિસફંક્શન ને કારણે થઇ શકે છે અથવાતો વધી શકે છે. 
  • જ્યારે તમને કિડની રોગ અથવા નુકસાન માટે સારવાર આપવામાં આવે છે ત્યારે નિયમિત અંતરાલે બ્લડ યુરિયા ટેસ્ટ કરાવવા માં આવે છે 
  • એકયુટ ડીસીસ અથવા ડાયાબિટીસ, 
  • હ્રદયની રોગ, અને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (હ્રદયરોગનો હુમલો) જેવી પરિસ્થિતિઓમાં કિડનીની કાર્યવાહીનું નિરીક્ષણ કરવા માટે નિયમિત સમયાંતરે બ્લડ યુરિયા ટેસ્ટ કરાવવામાં આવે છે. 
  • સીટી સ્કેન કરાવવાનો હોય ત્યારે ક્રિએટિનિનની સાથે ક્યારેક બ્લડ યુરિયા ટેસ્ટ કરાવવામાં આવે છે.

​કિડની ડિસફંક્શનના કેટલાક સંકેતો અને લક્ષણોમાં નીચે મુજબ ના હોય છે:

  • થાક, એકાગ્રતા નો અભાવ, ઓછી ભૂખ લાગવી , અથવા ઊંઘવામાં મુશ્કેલી. 
  • સોજો અથવા પફિનેસ, ખાસ કરીને આંખોની આસપાસ અથવા ચહેરા, કાંડા, પેટ, જાંઘ, અથવા પગની ઘૂંટીઓમાં
  • ફીણવાળો, લોહિયાળ અથવા કોફી-રંગી નો પેશાબ. 
  • પેશાબની માત્રામાં ઘટાડો.
  • પેશાબ કરવામાં સમસ્યાઓ, જેમ કે બળતરા ની  લાગણી અથવા પેશાબ દરમિયાન અસામાન્ય ડિસ્ચાર્જ, અથવા પેશાબની માત્ર માં ફેરફાર, ખાસ કરીને રાત્રે
  • કિડની જ્યાં રહેલી છે તેની નજીકની પાંસળીની નીચે એટલે કે મિડ-બેક પીડા 
  • હાઈ બ્લડ પ્રેશર

​બ્લડ યુરિયા લેબોરેટોરી ટેસ્ટ માટે ક્યાં નમૂના જરૂરી છે ?
તમારા હાથની નસમાંથી લેવામાં આવેલા લોહી નો નમૂનો. 

 

વી આઈ પી ડાયગ્નોસ્ટિકસ પેથોલોજી લેબ, અમદાવાદ માં તમારા કિડની ફંકશન નો ટેસ્ટ કરાવવા માટે આજેજ કોલ કરો 

Symbion VIP Diagnostics, 24 hours pathology laboratory providing home service for sample collection anywhere in Ahmedabad.