Quick Book

વજન વધારવા માટેની આહાર યોજના

વજન વધારવા માટેની આહાર યોજના

આજકાલ વિશ્વમાં મોટાભાગના લોકો મેદસ્વીતાને લીધે વજન ઘટાડવા ઇચ્છતા હોય છે, તેમ છતાં ઘણા એવા લોકો પણ છે કે જે વજન વધારવા ઇચ્છતા હોય છે. એમ પણ જોઈએ તો પાતળાપણા ને સ્વસ્થતા સાથે કોઈ સંબંધ નથી કારણકે બહુ પાતળા લોકો પણ ક્યારેક અસ્વસ્થ હોઈ શકે છે. જો તમે વજન વધારવા માંગતા હોવ તો ખોટી રીતે વજન વધારવાનો પ્રયત્નો જેવા કે વધારે કૅલરીવાળું જંક ફૂડ ખાવા થી દૂર રહો જે આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

વજન વધારવા માટે તંદુરસ્ત આહાર:
જો તમે વજન વધારવા માંગતા હોય તો સ્નાયુઓનો સમૂહ વધારવો સારું છે, જો કે શરીરમાં ચરબીની ટકાવારી વધારવાની પણ જરૂર પડી શકે છે. તેમછતાં કોઈ પણ આહાર યોજના શરુ કરતા પહેલા ડાયેટિશિયનની સલાહ લેવી ખુબજ જરૂરી છે. અહીં એક મૂળભૂત આહાર યોજના આપેલી છે જેનો ઉપયોગ કરી તમે વજન વધારવાનો ધ્યેય સિદ્ધ કરી શકો છો.

#1 ઓછી કૅલરીવાળો આહાર ન લેવો:

ઓછી કૅલરી વાળા આહારને બદલે વધારે કૅલરીવાળો આહાર લેવો જોઈએ. દરરોજ 200 કૅલરી જેટલા અનાજનો આહારમાં સમાવેશ કરવો જ જોઈએ. ફેટી ફીશ ઓમેગા-3 ફેટી એસિડથી સમૃદ્ધ હોય છે, તદુપરાંત ઓટમીલ, ફ્રોઝન દહીં અને કુકીઝમાં પુષ્કળ પોષક તત્વો હોય છે. પરંતુ જંક ફૂડ અને તૈલી આહાર નો ઉપયોગ ટાળવો કારણ કે એ ધમની માટે અવરોધરૂપ છે જે શરીરને વધુ નુકશાન કરે છે.

#2 ભોજનની સંખ્યા:

દરરોજ ઓછામાં ઓછું ત્રણવાર ભોજન લેવું જોઈએ અને દરેક ભોજનની વચ્ચે થોડો નાસ્તાનો સમાવેશ પણ કરવો જોઈએ. પરંતુ સતત થોડી થોડી કેલરી જ આહારમાં લેવાય એનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ.

#3 કૅલરીના પ્રકાર:

આહારમાં કૅલરીનો વધારો કરવા માટે અખરોટ, નટબટર, સૂકોમેવો, તાજા ફળો, સ્ટાર્ચયુક્ત શાકભાજી, હેલ્થી ફેટ અને તેલ, અળસી, અંકુરિત ઘઉં વગેરેનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.

#4 કૅલરીયુક્ત પીણું:

જો તમે દરરોજ 100 થી 200 કૅલરી નાસ્તામાં ન લઇ શકતા હોય તો તેના બદલામાં ફળોનો રસ, સ્મૂધીઝ, વેનીલા દહીં, મિલ્ક શેક, ઓલિવ ઓઇલ અથવા કેળા વગેરેનો પ્રવાહી સ્વરૂપે ઉપયોગ કરી જરૂરી કૅલરી મેળવી શકો છો.

#5 સતત પ્રયત્નો કરવા: 

જો તમે ખરેખર વજન વધારવા માંગતા હોય તો, વજન ઘટાડવાની જેમ જ ધીરજ રાખવી અત્યંય જરૂરી છે. રાતોરાત પરિણામ મળી જાય એવી આશા રાખવી યોગ્ય નથી. તેના માટે સુસંગતતા, પ્રયત્નો અને ધીરજ ખુબજ જરૂરી છે.

Source: http://blog.lybrate.com/2017/04/20/diet-plan-for-weight-gain/