જયારે ભોજન દરમિયાન પાણી પીવાની વાત કરીએ ત્યારે દરેક લોકોના અલગ અલગ મંતવ્ય હોય છે તો શું ખરેખર ભોજન સાથે પાણી પીવું જોઈએ કે નહિ ચાલો જોઈએ.
આપણું પાચન તંત્ર એ ઉત્સેચકો, સ્ત્રાવ, સ્ત્રાવ રસ અને બીજા ઘણાં બધા અંગોથી બનેલી જટિલ રચના છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પચાવવાં માટે આ બધા જ અંગો એકબીજા સાથે મળીને કાર્ય કરે એ બહુ જ અગત્યનું છે. ખોરાકને પચાવવા માટે સોલિડ અને પ્રવાહી બને પદાર્થો સમપ્રમાણમાં હોવા ખુબજ જરૂરી છે. આપણા શરીરમાં ખોરાક પચાવવા માટે પાણી એ એક મુખ્ય ઘટક છે દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવાથી આપણું શરીર હાઈડ્રેટેડ રહે છે અને પેટ પણ સાફ આવે છે.
મોટાભાગના ડોક્ટરોનું કહેવું છે કે ભોજન દરમિયાન પાણી પીવાથી અને પેટમાં રહેલા એસિડ થી (અમ્લીય પ્રવાહીથી) કોઈ આડઅસર થતી નથી. અહીં મુખ્ય શંકા એ હતી કે આપણે જે પાણી પીએ છીએ એ આપણા શરીરમાં વહેતા અમ્લીય પ્રવાહી સાથે ભળે છે કે નહિ. પરંતુ હકીકતમાં એવું કઈ થતું નથી. ઘણાબધા તબીબી અભ્યાસ પરથી તારણ મળ્યું છે કે ભોજન દરમિયાન પાણી પીવાથી પેટના PH સંતુલન પર કોઈ અસર થતી નથી.
વાસ્તવમાં પેટમાં વહેતા અમ્લીય પ્રવાહી અને ભોજન દરમિયાન પાણીના પીવાને કોઈ સબંધ નથી, તેમ છતાં કેટલાક લોકોની ખોટી માન્યતા છે કે ભોજન દરમિયાન પાણી પીવાથી ખોરાક બરાબર પચતો નથી. પણ ખોરાક નું પાચન એક જટિલ પ્રકિયા છે, ખોરાકને બરાબર પચાવવા માટે પાચનતંત્ર ના દરેક અંગો એકસાથે મળીને યોગ્ય કાર્ય કરે તો જ ખોરાક બરાબર પચે છે અને આપણું શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે.ખોરાક સારી રીતે પચાવવા માટે જંક ફૂડને બદલે યોગ્ય સમયે પૌષ્ટિક આહાર લેવો જોઈએ.
પાણીના લીધે શરીર માં જમા થયેલો કચરો સરળતાથી જાળા વાટે નીકળી જાય છે તદુપરાંત ભોજન દરમિયાન પાણી પીવાથી અતિશય ખોરાક પણ લઇ શકાતો નથી અને જેથી વધુ પડતા ખાવા પર પણ અંકુશ રાખી શકાય છે. અને વધારે સમજીએ તો પાણીમાં મહત્વપૂર્ણ પોષક તત્ત્વો હોય છે જે ખોરાક સાથે આપણી પોષક જરૂરિયાતો માટે ખુબ જરૂરી છે.
Source: https://www.lybrate.com/topic/drinking-water-during-meals-good-or-bad/088c720b7a91ca073c666dba28cf1be2