Quick Book

SGPT / ALT ટેસ્ટ વિષે સંપૂર્ણ જાણકારી

Also known as: ALT; Serum Glutamic-Pyruvic Transaminase; SGPT; GPT; Alanine Transaminase
Formal name: Alanine Aminotransferase
 

SGPT ટેસ્ટ શા માટે કરાવવામાં આવે છે ? 

SGPT ટેસ્ટ લીવર ની બીમારી નું નિદાન કરવા માટે અને જો લીવર ની બીમારી હોય તો લીવર ડેમેજ કેટલું થયું છે તેનો અંદાજ મેળવવા માટે કરાવવામાં આવે છે. જયારે તમારા ડોક્ટર ને લીવર ની બીમારી ને સંબંધિત લક્ષણો જેવા કે પેટ નો દુખાવો, ઉબકા, ઉલ્ટી, કમળો, વગેરે ને કારણે લીવર ની બીમારી ની આશંકા હોય ત્યારે SGPT ટેસ્ટ કરાવવામાં આવે છે. 

SGPT એક એન્ઝાઇમ છે જે મુખ્યત્વે લીવર ના કોષો માં જોવા મળે છે અને જયારે પણ લીવર ને કોઈ પણ પ્રકાર નું નુકશાન પહોંચે ત્યારે SGPT નું પ્રમાણ લોહી માં વધે છે 

લીવર (યકૃત) શરીરમાં પેટની જમણી બાજુ, પાંસળી ની નીચે રહેલું એક ભુજ મહત્વ નું અંગ છે જે શરીર માટે હાનિકારક તત્વો અને દવાઓનું મેટાબોલિઝમ (ચયાપચય) કરી ને તેને ડેટોક્સિફાય (હાનિરહિત પદાર્થ માં પરિવર્તિત) કરે છે. લીવર અનેક મહત્વના પદાર્થોનું નિર્માણ કરે છે જેવા કે : પ્રોટીન, હોર્મોન્સ, એન્ઝયમ્સ, બ્લડ ક્લોટિંગ ફેક્ટર, વગેરે. લીવર વિટામિન્સ અને મિનરલ્સ નું સ્ટોરેજ (સંગ્રહ) કરે છે. લીવર બાઇલ (પિત્ત)  નું નિર્માણ કરીને, નાના અતરડા સુધી પહેચાડે છે અને વધારાનું પિત્ત, ગોલબ્લેડર (પિત્તાશય) સુધી પહોંચાડે છે. 

ઘણી વખત લીવર ડેમેજ ને સંબંધિત લક્ષણો દેખાય તે પહેલાજ લીવર ને ખાસું નુકશાન પહોંચી ચૂક્યું હૉય છે, કારણ કે લીવર ક્ષમતા એટલી હૉય છે કે તેનો આઠમો ભાગ કામ કરતો હોય તો પણ તે પૂરતું છે. આથી જયારે ડોક્ટર ને જરા પણ લીવર ના રોગ ની આશઁકા હૉય ત્યારે, લીવર સંબંધિત કોઈ લક્ષણો ન હોય તો પણ, સ્ક્રિનિંગ ટેસ્ટ તરીકે 'લીવર ફંક્સન ટેસ્ટ ' કરાવવામાં આવે છે.

SGPT ટેસ્ટ 'લીવર ફંક્સન ટેસ્ટ ' નો એક ભાગ છે.  SGPT ટેસ્ટ નીચેના સંજોગોમાં જયારે લીવર ને નુકશાન પહોંચ્યું છે કે નહીં તે જાણવા માટે પણ કરાવવામાં આવે છે : 

- જે વ્યક્તિ ને હિપેટાઇટિસ વાઇરસ નું ઇન્ફેક્સન થવાની શક્યતા હોય. 
- જે વ્યક્તિ વધારે માત્રામાં આલ્કોહોલ (દારૂ) લેતી હોય. 
- જે વ્યક્તિ ને કુટુંબ માં લીવર ની બીમારી ની હિસ્ટ્રી હોય. 
- જે વ્યક્તિ લીવર પર અસર / આડ અસર કરનારી દવા લેતી હોય. 
- જે વ્યક્તિ ને ડાયાબિટીસ હોય. 
- જે વ્યક્તિ ને ઓબેસિટી (સ્થૂળતા) હોય. 

SGPT ટેસ્ટ માટે લોહી આપતા પહેલા કોઈ પૂર્વ તૈયારી જરૂરી છે ? 

ના SGPT ટેસ્ટ માટે લોહી આપતા પહેલા કોઈ પૂર્વ તૈયારી ની જરૂર નથી હોતી, રેન્ડમ બ્લડ સેમ્પલ લેવાનું હોય છે