Quick Book

HbA1C or ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબીન

Also known as: A1c; HbA1c; Glycohemoglobin; Glycated Hemoglobin; Glycosylated Hemoglobin
Formal name: Hemoglobin A1c
 
ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબીન 

HBA1C ટેસ્ટ થી શું જાણવા મળે છે ? 

ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબીન એક બ્લડ ટેસ્ટ છે જેના રિઝલ્ટ પર થી ડાયાબિટીસ નું નિદાન થાય છે અને જે લોકો ને ડાયાબિટીસ થવાની સંભાવના વધારે હોઈ તેમને ઓળખી શકાય છે , તેમજ ડાયાબિટીસ ના દર્દીઓ માં ડાયાબિટીસ નું લેવલ મોનિટર કરવા માટે તેમજ ટ્રીટમેન્ટ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે HBA1C ઉપયોગી છે .

ક્યારે HBA1C ટેસ્ટ કરાવવા જોઈએ  ? 

* રૂટિન બ્લડ ટેસ્ટ કરવો ત્યારે ખાસ કરીને ડાયાબિટીસ ના લક્ષણો જણાય તો અથવા તો ડાયાબિટસ ના રિસ્ક ફેક્ટર (માં - બાપ કે બ્લડ રિલેશન માં કોઈને ડાયાબિટીસ હોય, કે ઓબેસિટી હોઈ , વગેરે ) :

જયારે નીચેના કોઈ પણ ચિન્હો જણાય ત્યારે  ડાયાબિટીસ હોવાની સંભાવના છે અને ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબિન ટેસ્ટ કરવો અનિવાર્ય છે : 

વધુ પડતી તરસ લાગવી 
વધુ પડતો / વધુ માત્રામાં પેશાબ થવો 
વધુ પડતી ભૂખ લાગવી 
વધુ પડતો થાક લાગવો 
દ્ષ્ટિ ની ઝાંખપ આવવી 
ઘા અટવા ઇન્ફેક્સન રુઝાવામાં વાર લાગવી 

જે લોકો ને ઓબેસિટી (વધુ પડતું વજન / સ્થૂળતા ) હોઈ તેમને જો નીચેના માંથી કોઈ પણ વધારાના ડાયાબિટીસ થવાના રિસ્ક ફેક્ટર હોઈ તો ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબિન કરાવવો જોઈએ: 

બેઠાડુ જીવન શૈલી 
ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ (માં-બાપ કે ભાઈ - બહેન ) માં ડાયાબિટીસ
હાઈ બ્લડ પ્રેસર 
લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ માં એબ્નોર્મલ (વધારે ) પ્રમાણ (HDL કોલેસ્ટ્રોલ ઓછું / TRIGLYCERIDE વધારે ) 
હાર્ટ ડીઝીઝ / કાર્ડિયોવસ્કુલર રોગો 

* ડાયાબિટીસ નું પહેલી વાર નિદાન થાય ત્યાર પછી બેઝલાઈન લેવલ જાણવા 

* ડાયાબિટીસ ના દર્દીઓમાં વર્ષ માં ૪ વખત, ટ્રીટમેન્ટ મોનિટર કરવામાટે

 * ૪૫ વર્ષ ઉપરના ઓબેસ (સ્થૂળ ) વ્યક્તિ માં ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબિન કરાવવો જોઈએ

ટેસ્ટ માટે શાનું સેમ્પલ જોઈએ ? 

તમારા હાથ ની વેઇન માંથી બ્લડ સેમ્પલ. 

ટેસ્ટ માટે કોઈ પૂર્વ તૈયારી જોઈએ ? 

ના ટેસ્ટ માટે રેન્ડમ સેમ્પલ જોઈએ જેના માટે ખાવા પીવા માટે કે કોઈ અન્ય પૂર્વ તૈયારી કરવાની નથી. તથા તે દિવસ ના કોઈ પણ સમયે લઇ શકાય છે , મોર્નિંગ સેમ્પલ લેવાનું જરૂરી નથી  

HBA1C ટેસ્ટ શું છે ? 

" હિમોગ્લોબીન A1C " અથવા તો "A1C " અથવા તો "ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબીન " એ ગ્લુકોઝ સાથે જોડાયેલું હિમોગ્લોબીન છે . ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબીન આગળના ૨ થી ૩ મહિનામાં બ્લડ માં રહેલા ગ્લુકોઝ નું પ્રમાણ જણાવે છે . 

જયારે લોહી માં ગ્લુકોઝ નું પ્રમાણ વધારે હોય છે ત્યારે તે હિમોગ્લોબીન સાથે જોડાય જાય છે અને જેટલું ગ્લુકોઝ નું પ્રમાણ વધારે તેટલું વધારે પ્રમાણ માં ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબીન બને છે. એક વખત ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબીન બને પછી તે રક્ત કણ ની ૧૨૦ દિવસ ની લાઈફ સુધી અકબંધ રહે છે. જયારે જુના રક્ત કણ ૧૨૦ દિવસ પછી તૂટી જાય છે ત્યારેજ તેનો નાશ થઇ છે . 

આથી ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબીન, જે દિવસે ટેસ્ટ કરાવવામાં આવે તેના આગળ ના ૯૦ થી ૧૨૦ દિવસ માં લોહી માં એવરેજ ગ્લુકોઝ કેટલું રહું છે તેનું પ્રમાણ દર્શાવે છે. જયારે બ્લડ ગ્લુકોઝ ટેસ્ટ જયારે કરાવવામાં આવે ત્યારે લોહી માં સુગર નું પ્રમાણ કેટલું છે તેજ દર્શાવે છે, લે પહેલા કેટલું હતું તે જાણી શકાયુ નથી. આથી ગ્લાઈકોસીલેટેડ હિમોગ્લોબીન ટેસ્ટ ડાયાબિટીસ અંગે ની વધુ માહિતી આપે છે. 

 

Source: https://labtestsonline.org/understanding/analytes/a1c/