લીવર ફન્કશન ટેસ્ટ (LFT ) લીવર (યકૃત) ને લગતી કોઈપણ બીમારી માં તેનું કાર્ય (ફન્કશન) બરોબર થાય છે તે જાણવામાટે, એક સ્ક્રીનિંગ ટેસ્ટ તરીખે તેમજ લીવર નો સોજો (ઇન્ફ્લેમેશન), લીવર નું ઇન્ફેક્સન, અન્ય લીવર ના રોગો અને લીવર ઇન્જરી ની ટ્રીટમેન્ટ મોનિટર કરવા માટે ઉપયોગી છે.
અમુક પ્રકાર ની દવાઓ (જેવીકે ટી.બી. માટેની એન્ટિબાયોટિક) લીવર પર આડઅસર કરે છે, એટલે જયારે આવી દવાઓ ચાલતી હોય ત્યારે LFT ટેસ્ટ લીવર પર કોઈ આડઅસર થઈ છે કે નહીં તે જાણવા માટે સ્ક્રિનિંગ ટેસ્ટ તરીખે કરાવવામાં આવે છે.
જો તમે દારૂ (આલ્કોહોલ ) લેતા હો તો તેની લીવર પર કેટલી અસર થઈ છે તે જાણવામાટે LFT ટેસ્ટ ઉપયોગી છે
LFT માટે કયું સેમ્પલ લેવામાં આવે છે ?
તમારા હાથ ની વેઇન (નસ) માંથી બ્લડ સેમ્પલ અને જરૂર પડે તો પેશાબ (યુરિન) નું સેમ્પલ લેવામાં આવે છે.
LFT ટેસ્ટ કરાવતા પહેલા કોઈ પૂર્વ તૈયારી ની જરૂર હોય છે ?
સામાન્ય રીતે રેન્ડમ સેમ્પલ લેવામાં આવે છે (ખાવા પીવા માટે કોઈ નિયઁત્રણ ની જરૂર નથી ) પણ તમે જે કોઈ પણ દવા , વિટામિન , બીજા કોઈ સપ્લિમેન્ટ્સ કે દારૂ (આલ્કોહોલ) લેતા હો તો તેની જાણ LFT ટેસ્ટ કરાવતા પહેલા, તમારા તબીબ ને કરવી જરૂરી છે.
લીવર ફન્કશન ટેસ્ટ વિષે સમજૂતી :
લીવર (યકૃત) શરીરમાં પેટની જમણી બાજુ, પાંસળી ની નીચે રહેલું એક ભુજ મહત્વ નું અંગ છે જે શરીર માટે હાનિકારક તત્વો અને દવાઓનું મેટાબોલિઝમ (ચયાપચય) કરી ને તેને ડેટોક્સિફાય (હાનિરહિત પદાર્થ માં પરિવર્તિત) કરે છે. લીવર અનેક મહત્વના પદાર્થોનું નિર્માણ કરે છે જેવા કે : પ્રોટીન, હોર્મોન્સ, એન્ઝયમ્સ, બ્લડ ક્લોટિંગ ફેક્ટર, વગેરે. લીવર વિટામિન્સ અને મિનરલ્સ નું સ્ટોરેજ (સંગ્રહ) કરે છે. લીવર બાઇલ (પિત્ત) નું નિર્માણ કરીને, નાના અતરડા સુધી પહેચાડે છે અને વધારાનું પિત્ત, ગોલબ્લેડર (પિત્તાશય) સુધી પહોંચાડે છે.
ઘણી વખત લીવર ડેમેજ ને સંબંધિત લક્ષણો દેખાય તે પહેલાજ લીવર ને ખાસું નુકશાન પહોંચી ચૂક્યું હૉય છે, કારણ કે લીવર ક્ષમતા એટલી હૉય છે કે તેનો આઠમો ભાગ કામ કરતો હોય તો પણ તે પૂરતું છે. આથી જયારે ડોક્ટર ને જરા પણ લીવર ના રોગ ની આશઁકા હૉય ત્યારે, લીવર સંબંધિત કોઈ લક્ષણો ન હોય તો પણ, સ્ક્રિનિંગ ટેસ્ટ તરીકે 'લીવર ફંક્સન ટેસ્ટ ' કરાવવામાં આવે છે.
લીવર ને નુકસાન થાય ત્યારે તેના નીચેનામાં થી કોઈ પણ લક્ષણો દેખાય શકે છે : કમળો (જોન્ડિસ) , પીળા કલર નો પેશાબ, ઉબકા, ઉલ્ટી , ઝાડા (ડાયેરિયા) , વધારે પડતો થાક લાગવો, વગેરે.