ડેરી પ્રોડક્ટ જેવી કે દૂધ, દહીં વગેરે માંથી કેલ્શ્યિમ પુષ્કળ પ્રમાણમાં મળે છે.પરંતુ આપણને ઘણીવાર એ પ્રશ્ન થાય કે દૂધ અથવા દહીં આ બંને માંથી વધારે કેલ્શ્યિમ કોના માંથી મળે છે ? તો ચાલો જોઈએ.
આપણા શરીરમાં વિવિધ કાર્યો માટે કેલ્શ્યિમ અતિશય આવશ્યક અને જરૂરી ખનીજ દ્રવ્ય છે, ખાસ કરીને તંદુરસ્ત હાડકાં અને મજબૂત દાંતના નિર્માણ અને જાળવણી માટે કેલ્શ્યિમ જરૂરી છે. તદુપરાંત હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટોરેલ, લીમ રોગ (ઝેરી જીવજંતુ કરડવાથી થતો રોગ) વગેરે જેવા રોગોને અટકાવવા માટે તેમજ હૃદય, રક્તવાહિની અને ચેતાતંત્રમાં પણ તેનો કેલ્શ્યિમ ઉપયોગ થાય છે. તેથી આપણા રોજિંદા જીવનમાં કેલ્શ્યિમ યુક્ત ખોરાક લેવો ખુબજ મહત્વનું છે.
દૂધ અથવા દહીં શેમાંથી કેલ્શ્યિમ વધારે મળે છે ? તો તેનો જવાબ છે દૂધ. દહીં કરતા દૂધમાંથી વધારે કેલ્શ્યિમ મળે છે. 100 ગ્રામ દૂધમાંથી લગભગ 125 મિલીગ્રામ જેટલું કેલ્શ્યિમ મળે છે, જયારે 100 ગ્રામ દહીંમાં 85 મિલીગ્રામ જેટલું જ કેલ્શ્યિમ મળે છે. તેથી જ વધારે કેલ્શ્યિમ માટે રોજિંદા ખોરાકમાં દૂધ લેવું જોઈએ.
કેલ્શ્યિમ સ્ત્રોત: કેલ્શ્યિમ આપણને દૂધ, દહીં, યોગર્ટ, ચીઝ, kale (એક જાતની કોબી), બ્રોકોલી, બદામ વગેરે આહાર માંથી મળે છે.
અન્ય સ્વાસ્થય લાભો: જયારે બીજા અન્ય સ્વાસ્થ્ય લાભો માટે દહીં કે દૂધની સરખામણી કરવામાં આવે તો દહીં પ્રથમ સ્થાને આવે છે.
દહીંના ઉપયોગથી થતા ફાયદા:
તો અંત માં એટલું જ કે જો તમારા શરીર ને વધારે કૅલ્શિયમ ની જરૂર હોય તો દૂધ લો અને જો દૂધ પચાવવામાં મુશ્કેલી થતી હોય તો દહીં લઇ શકો.
Source: https://www.lybrate.com/topic/milk-or-curd-what-has-more-calcium/77dfa32287096b88ebee3d77b2b07afc?lpt=PS-TDP