કોઈ પણ પેથોલોજી લેબ રિપોર્ટ માં તે ટેસ્ટ રિઝલ્ટ નું પ્રમાણ રેફરેન્સ રેન્જ (નોર્મલ રેન્જ / સ્વસ્થ વ્યક્તિ માં કેટલું હોવું જોઈએ તેનું માપ ) થી વધારે હોય તેનો મતલબ એ નથી કે તમને કોઈ રોગ છે, તેનો મતલબ ફક્ત એટલોજ છે કે તમારા ડોક્ટરે વધારે તપાસ કરીને નક્કી કરવાની જરૂર છે કે તમને ખરેખર રોગ છે કે નહીં .
૫ થી ૧૦ % લોકોમાં સ્વસ્થ હોવા છતાં લેબોરેટરી ની નોર્મલ રેન્જ કરતા કેટલાક ટેસ્ટ રિઝલ્ટ માં વેલ્યુ વધારે કે ઓછી હોય છે. આ ઉપરાંત બીજા ઘણા બધા કારણો ને લીધે રિપોર્ટ એબ્નોર્મલ હોય શકે છે. જેમકે કોલેસ્ટ્રોલ નો રિપોર્ટ તમે ભૂખ્યા પેટે ટેસ્ટ ન કરાવ્યો હોય તો પણ વધારે આવી શકે છે. ક્યારેક બ્લડ સેમ્પલ લેવામાં કોઈ ભૂલ થાય કે સેમ્પલ લીધા પછી તેને બરોબર પ્રોસેસ કરવામાં કોઈ ખામી થાય તો પણ રિઝલ્ટ એબ્નોર્મલ આવી શકે છે. ક્યારેક જે મશીન માં બ્લડ ટેસ્ટ થાય છે તેના કોઈ પ્રોબ્લેમ ને કારણે પણ રિઝલ્ટ એબ્નોર્મલ આવે છે.
આથી જયારે પણ કોઈ ટેસ્ટ નું રિઝલ્ટ એબ્નોર્મલ આવે ત્યારે તરતજ તમને રોગ છે એવું માની લેવાને બદલે , હમેશ તમારા ડોક્ટર ને પહેલા બતાવવું જોઈએ અને બીજી વખત ટેસ્ટ કરાવીને અથવા તો તેને લગતા બીજા ટેસ્ટ કરાવીને પહેલા ખાતરી કરવી જોઈએ કે ખરેખર તમને રોગ છે.