
#1 શરીર ઢીલું મૂકીને બેસવું નહીં (ટટ્ટાર બેસવું ):
શરીરને ઢીલું મૂકીને બેસવાથી કરોડરજજુ, હાડકાં, સ્નાયુઓ અને સાંધા પર તણાવ આવે છે. ઢીલી મુદ્રામાં બેસવાથી તમારી પીઠને તો હાનિ થાય છે અને નિયમિતપણે આ જ રીતે (ઢીલું બેસવાથી) બેસવાથી તમારા શરીરના અવયવોને પણ હાનિ પહોંચે છે અને આ કુટેવથી તમારા ફેફસા અને આંતરડાને પણ સખત બનાવે છે અને લાંબાગાળે તમને શ્વાસ લેવામાં અને ખોરાક પચાવવા માં પણ તકલીફ થાય છે.

#2 ટટ્ટાર (સીધા) ઉભા રહેવું:
ટટ્ટાર ઉભા રહેવું એ આપણા શરીરના અવયવો માટે તો ખુબજ જ ફાયદાકારક છે, તદુપરાંત ટટ્ટાર ઉભા રહેવાથી તમે ઊંચા, પાતળા, સુંદર અને સારા લાગો છો (મહેસુસ કરી શકો છો). જયારે તમે તમારી હાઈટ માપતા હોય ત્યારે જે સ્થિતિ માં ટટ્ટાર દીવાલને અડીને સીધા ઉભા રહો છો એ જ સીધા ઉભા રહેવાની યોગ્ય રીત છે જેમાં તમારું માથું સીધું, તમારા કાન માથા અને ખભાની મધ્યમાં આવવા જોઈએ, ખભાને પાછળની બાજુ ખેંચેલા રાખવા જોઈએ , ઘૂંટણ સીધા હોવા જોઈએ અને પેટને અંદરની બાજુ ખેંચેલું રાખવું જોઈએ. તમારા હિપ્સને (નિતંભ) દીવાલને અડાડી ન દેશો. ટટ્ટાર ઉભા રહેવાથી તમારું માથું આકાશ તરફ ખેંચાય એવું મહેસુસ કરી શકશો.

#3 તમારા ટેબલ પર ઢળતું બેસવું નહીં (ઓફિસમાં ખુરશીમાં ટટ્ટાર બેસવું):
ઓફિસ માં તમે જયારે કામ કરતા હોય ત્યારે ઢળતું (શરીર ઢીલું મૂકીને) બેસવાથી તમને આરામદાયક લાગશે પણ એ બેસવા માટેની યોગ્ય મુદ્રા નથી.એના બદલે ખુરશીની પીઠને ટેકો દઈને ટટ્ટાર બેસવું જોઈએ અને જરૂર લાગે તો તમારી પીઠની મધ્યમાં કોઈ નાની ગાદી, તકિયો અથવા નાના રૂમાલ ને વાળીને પણ મૂકી શકાય છે જેથી તમારી કરોડરજ્જુને એક કુદરતી આકાર મળી રહે અને કરોડરજ્જુ ને નુકસાન થતું નથી અને તમને આરામદાયક પણ લાગશે અને કામનો થાક પણ બહુ નહિ લાગે. તમારા ઘૂંટણને જમણી તરફ વાળી અને તેને તમારા હિપ્સની સમાન ઊંચાઈ અથવા જરાક વધારે ઊંચાઈ પર રાખી શકાય છે અને તમારા પગ ને જમીનને અડાડી સીધા રાખવા જોઈએ.

#4 ડ્રાઈવર સીટ બહુ નીચે રાખીને કાર ન ચલાવો:
જયારે તમે કાર ચલાવો ત્યારે ડ્રાઈવર સીટ બહુ વધારે નીચી રાખીવી ન જોઈએ, આ સ્થિતિમાં બેસીને ગાડી ચલાવાથી તમને અત્યંત આરામદાયક લાગશે પરંતુ એ બેસવાની યોગ્ય મુદ્રા નથી. તેની બદલે તમારી સીટને સ્ટિયરીંગ વ્હીલની તરફ ખેંચો પરંતુ તમારા પગને લોક કરવા નહિ. તમારા ઘૂંટણ ને સહેજ વાળો અને ઘૂંટણ ને હિપ્સની (નિતંભ) સમાન ઊંચાઈ અથવા જરાક વધારે ઊંચાઈ પર રાખી શકાય છે. તમારી પીઠને ટેકો મળે એ માટે તમારી પીઠની મધ્યમાં કોઈ નાની ગાદી કે તકિયો મુકવાનું જરૂરી છે.આ રીતે બેસવાથી તમે લાંબા અંતર સુધી કાર ચલાવવાનો થાક લાગશે નહિ.

#5 ઊંઘવાની યોગ્ય મુદ્રા:
ઊંઘ્યાં વગર ક્યારેય ચાલતું નથી (સારા સ્વાસ્થ્ય માટે ઊંઘ ખુબજ જરૂરી છે) તેથી ઊંઘવાની યોગ્ય મુદ્રા જાણવી ખુબજ અગત્ત્યની છે. સુવા માટે ક્યારેય વધારે પડતું સોફ્ટ (પોચા) ગાદલાની પસંદગી ન કરવો જોઈએ.હંમેશા સુવા માટે એવું ગાદલું પસંદ કરવું જોઈએ કે જેથી કરીને તમારી કરોડરજ્જુ (પીઠ) ને કુદરતી આકાર મળી રહે. જો તમને પડખું ફરીને ઊંઘવાની આદત હોય તો તમારા ઘૂંટણ ને જરાક વાળી શકો છો પણ ઘૂંટણ ને એકદમ વળગી ને ઊંઘવું ન જોઈએ.તમારું ઓશીકું પણ બહુ વધારે જાડું ન હોવું જોઈએ.ઓશીકું હંમેશા એવું પસંદ કરવું કે જેથી તમારું માથું અને પીઠ બને સમાંતર રહે.જે લોકોને ઉલટા સુવાની આદત હોય એ લોકોએ જાડું ઓશીકાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ પરંતુ એક પાતળું ઓશીકું ગરદન નીચે લઇ શકે છે.
Source: http://www.webmd.com/osteoporosis/ss/slideshow-posture-tips