Quick Book
Trained & <br>Skilled Staff
Trained &
Skilled Staff
 20+ Center Running
20+ Center Running
Same Day Reports*
Same Day Reports*
Home <br>Collection
Home
Collection

શરીર પર આવતી ખંજવાળ અટકાવવાના ઉપાયો

શરીર પર આવતી ખંજવાળ અટકાવવાના ઉપાયો

શું તમને આખો દિવસ ખંજવાળ આવે છે? ખંજવાળ ઘણા લોકોને સતાવતી એક સામાન્ય સમસ્યા છે. ખંજવાળ એ અત્યંત કંટાળાજનક છે અને તેની તીવ્રતા અલગ અલગ લોકો ને અલગ અલગ અનુભવાતી હોય છે, જે રોજિંદા જીવનમાં અને પ્રવૃત્તિમાં વિક્ષેપ કરનાર છે. શરીર પર આવતી ખંજવાળ શુષ્ક હવામાન, દવાઓની આડઅસર, કોઈ સાબુ કે ડિટર્જન્ટનો ઉપયોગ, એલર્જિક પ્રતિક્રિયા, ચામડીનો ચેપ અને જીવજંતુના કરડવા જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. ચામડી પર ખંજવાળવાથી ચેપ લાગવાની સંભાવના વધી જાય છે.

ખુજલીવાળી ત્વચા માટેની કેટલીક અગત્યની ટિપ્સ:

#1 બેકિંગ સોડા: બેકિંગ સોડાએ ખુજલીવાળી ત્વચા માટેનો એક અસરકારક ઉપાય છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોવાથી તે ઠંડક આપે છે,તદુપરાંત એ એક કુદરતી એસિડ તટસ્થીકૃત જેવું કાર્ય કરે છે જેથી ખંજવાળમાંથી રાહત પ્રાપ્ત થાય છે.

#2 રસરૂપી ઓટમીલ: રસરૂપી ઓટમીલ અત્યંત શીતળ, સોજામાં રાહત આપનારું અને ખંજવાળ વિરોધી ગુણધર્મોયુક્ત હોવાથી ખુજલીવાળી ત્વચા માટે ખુબજ અસરકારક છે. 

#3 ઠંડુ પાણી: ખુજલીવાળી ત્વચા પર ઠંડુ પાણી રેડવાથી તરત જ રાહતનો અનુભવ થાય છે, કારણ કે ઠંડુ પાણી અને ખુજલી બંને સમાન ચેતાતંતુ માંથી પસાર થાય છે. 

#4 લીંબુ: મધ્યયુગીન સમયથી ચામડીની સારવાર માટે લીંબુનો ઉપયોગ થતો આવ્યો છે. લીંબુ સાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડથી સમૃદ્ધ છે. તે સડા નીરોધક, સોજા સામે રક્ષણ આપનાર, બળતરાવિરોધી ગુણધર્મો હોવાથી ખુજલીવાળી ત્વચામાં રાહત આપે છે.

#5 એપલ સિડર વિનેગર: તે ખુજલી પ્રતિરોધી, સડા પ્રતિરોધી, કીટાણુ પ્રતિરોધી અને ફૂગ પ્રતિરોધી ગુણધર્મોયુક્ત હોવાથી ખંજવાળ દૂર કરવામાં મદદ કરે છે.

#6 જૂનિપર (શંકુ આકારનું બારેમાસ લીલું રહેનારું વૃક્ષ) બેરીઝ અને લવીંગ: જૂનિપર બેરીઝ અને લવિંગનો એકસાથે (મિશ્રિત) ઉપયોગ ખંજવાળવાળી ત્વચા માટેનો એક આદર્શ ઉપાય છે. જૂનિપર બેરીઝ બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે, જયારે લવિંગ તેલના પ્રકારમાં સમૃદ્ધ છે જે ખંજવાળ સંવેદનાને અંકુશમાં રાખે છે.

#7 કુંવરપાઠું (અલોવેરા): તેમાં બળતરા પ્રતિરોધી,કીટાણુ પ્રતિરોધી અને ફૂગ પ્રતિરોધી ગુણધર્મો છે, તદુપરાંત તે વિટામિન એ થી ભરપૂર છે જે ત્વચાને મોઈશ્ચરાઇઝ (ભીની) રાખે છે.

#8 તુલસી: તુલસીનો છોડ ખુજલીમુક્ત ત્વચા માટે એક આદર્શ જડીબુટ્ટી છે. તેમાં ઇજિન તેલનો સમાવેશ થયેલો છે, જે એક સ્થાનિક નિશ્ચેતક છે.

#9 અજમાનો છોડ:  ટાઈમ એ ટાઇમોલ (અજમાના તેલમાંથી બનતી એક જંતુનાશક દવા) થી સમૃદ્ધ છે જે એનેસ્થેટિક અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. તે જ્ઞાનતંતુઓને સંવેદનશૂન્ય બનાવવામમાં મદદ કરે છે અને બળતરા પણ ઘટાડે છે.

#10 પૅપરમિન્ટ તેલ: આ એક વનસ્પતિ તેલ છે જે પીડાહારક, સડા પ્રતિરોધી અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. ખુજલી, દાહ અને તણાવને કારણે થતી ખંજવાળ સામે રાહત આપે છે.

ખુજલીમાં રાહત માટે ઘરગથ્થુ ઉપચારની સાથેસાથે હળવા અને કોટનના કપડાં પહેરવા જોઈએ, જેથી ત્વચામાં હવાની અવરજવર સહેલાઈથી થઇ શકે. કપડાં ધોવા માટે સુગંધમુક્ત ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ. સૂર્ય પ્રકાશથી પૂરતું રક્ષણ રાખવું જોઈએ જેથી ચામડીમાં ખંજવાળ ન આવે.

Source: http://blog.lybrate.com/2017/04/26/10-tips-to-deal-with-itchy-skin/