
#1 સોશ્યિલ મીડિયાને લીધે થતો કાર્ય ભંગ:
આજના યુગમાં બાળકોથી લઇ મોટાઓ સુધી બધા જ લોકો પોતાનો સમય સોશ્યિલ મીડિયા વેબસાઇટો માં લાઈક, શેર, અપડેટ કરવામાં અને મિત્રો સાથે whatsapp માં ચેટ કરવામાં માં સમય વ્યર્થ કરી રહ્યા છે, જેની અસર પોતાના કામ પર પડે છે અને કામમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.
ઉપાય: સોશ્યિલ મીડિયા પરથી ધ્યાન હટાવવું
જયારે તમે કામમાં વ્યસ્ત હોય ત્યારે સોશ્યિલ મીડિયા સાઈટ પર લોગ ઇન કરવાનું ટાળો, જો કોઈ કારણોસાર જરૂર પડે તો વિરામ પડે ત્યારે ચેક કરવાનું રાખો જેથી તમારું ધ્યાન તેમાં કેન્દ્રિત નહિ થાય. જો વારંવાર લોગ ઈન કરવાનું મન થતું હોય તો એવી જગ્યાએ કામ કરો કે જ્યાં ઈન્ટરનેટ ન આવતું હોય.

#2 વારંવાર ઇ-મેઇલને લીધે થતો કાર્ય ભંગ:
ઈ-મેઈલ ઇનબૉક્સ માં આવે ત્યારે તુરંત જ એનો જવાબ આપવા માટે તમારે સમય આપવો પડે છે જેથી કરી કામમાં વિક્ષેપ પડે છે અને તમારા બીજા અગત્યના કામો સમયસર પૂર્ણ કરી શકતા નથી.
ઉપાય: વારંવાર ઈ-મેઈલથી દૂર રહેવું:
વારંવાર ઈ-મેઈલ ચેક કરવાને બદલે કોઈ ચોક્કસ સમયે ઈ-મેઈલ ચેક કરવાનું રાખો જેથી તમને કામમાં વિક્ષેપ પણ નહિ થાય અને બીજા કામો માં ધ્યાન પણ આપી શકશો.

#3 મોબાઇલ ફોનને લીધે થતો કાર્ય ભંગ:
ઈ-મેઈલ કરતા પણ જો કોઈ વધારે કાર્ય માં ભંગ કરતું હોય તો તે છે ફોન કોલ્સ. કામના સમયે જયારે વારંવાર કોલ આવે ત્યારે તે તમારા કામ અને મગજ બને પર ડિસ્ટર્બન્સ ઉભું કરે છે. જેની સીધી અસર તમારા કામ પર પડે છે અને કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.
ઉપાય: કામના સમયે મોબાઇલ-ફોનનો ઉપયોગ ટાળવો:
વારંવાર કામના સમયે ફોન આવતા હોય તો તમે કોલર-આઈડીનો ઉપયોગ કરી અગત્યના કોલ માટે વોઇસ મેસેજ પણ છોડી શકો છો. કામના સમયે ફોનને સાઇલેન્ટ મોડમાં રાખી કાર્ય માં ભંગ થતો રોકી શકો છો. મોબાઈલ ના કોલ ચેક કરવા ચોક્કસ સમય નક્કી કરી આમાંથી બચી શકો છો.

#4 મલ્ટિટાસ્કીંગ ને લીધે થતો કાર્ય ભંગ:
જો તમે એક કરતાં વધારે કામ એકસાથે કરવામાં કુશળ છો અને તમને લાગતું હોય કે ઓછા સમયમાં વધુ કામ થાય છે તો માન્યતા તદ્દન ખોટી છે. નિષ્ણાંતોનું કહેવું છે અને ઘણા સંશોધન પરથી જાણવા પણ મળ્યું છે કે જ્યારે પણ તમે તમારું ધ્યાન એક કાર્યથી બીજા કાર્ય તરફ કેન્દ્રિત કરો છો ત્યારે સમયનો વ્યવ થાય છે અને પરિણામે એક કામ કરવા માટે ત્રણ ગણો સમય લાગે છે.
ઉપાય: મલ્ટિટાસ્કીંગ નો ઉપયોગ ટાળવો:
ખાસકરીને જયારે કોઈ અગત્યનું કામ કરતા હોઈએ ત્યારે ફકત એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જયારે કોઈ અગત્યનું કામ ન હોય ત્યારે તમે મલ્ટિટાસ્કિંગ કરી શકો છો. દાખલા તરીકે, કામની સાથેસાથે ફોનમાં કોઈની સાથે વાત કરવી.

#5 માનસિક તણાવને લીધે થતો કાર્ય ભંગ:
અતિશય કામના બોજ ને લીધે વ્યક્તિગત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું અતિશય મુશ્કેલ બની જાય છે અને માણસ માનસિક તણાવનો ભોગ બને છે.જેના કારણે માથાનો દુખાવો થવો, હદયનાં ધબકારા વધી જવા, શરીર દુખવું જેવા લક્ષણોને વર્તાય છે અને કામમાં મન લાગતું નથી.
ઉપાય: તણાવ મુક્ત રહેવા માટેના ઉપાય:
ધ્યાન કરવાથી તમે તણાવપૂર્વ વિચારો પર કાબુ મેળવી તણાવમુક્ત રહી શકો છો. ધ્યાન શીખવા માટે તમે કોઈ કલાસીસ નો સહારો લઇ શકો છો અથવા ઈન્ટરનેટ નો ઉપયોગ કરી ઓનલાઇન પણ શીખી શકો છો.એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે સળંગ 8 અઠવાડિયા ધ્યાન કરવાથી તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે.
Source: http://www.webmd.com/add-adhd/ss/slideshow-top-concentration-killers