ચાલવું અને દોડવું એ બંને હૃદય વર્કઆઉટ માટે બહુ સારો અને લોકપ્રિય ઉપાય છે. પરંતુ ઝડપથી ચાલવું એ પણ ખરેખર એટલું જ સારું છે કે જેટલું કસરત કરી ને પરસેવો થાય.
અમેરિકન હાર્ટ એસોસિયેશન દ્વારા આપવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જયારે હૃદય રોગ ના જોખમ ને ઓછું કરવાની વાત હોય ત્યારે ચાલવું પણ એટલું જ સારું છે જેટલું દોડવું સારું છે.
40 અને 50 ના દાયકામાં 48,000 દોડવીરો અને વોકર્સના આરોગ્ય નું સંશોધકોએ સંશોધન કર્યું અને તેમાં જાણવા મળ્યું કે ઝડપથી ચાલવાથી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટેરોલ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો નું જોખમ ઘટે છે.
ચાલવા અને દોડવા માં માત્ર તફાવત એ જ છે કે આપણને દોડવા કરતા ચાલવા માં સમાન અંતર કાપવા માટે વધારે સમય લાગે છે. દાખલા તરીકે, 15 મિનીટ દોડવા થી જેટલી જ કેલોરી બળે છે એટલી કેલોરી 30 મિનીટ ઝડપી ચાલવા થી બળે છે.
તો મુખ્યત્વે ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે દોડવા માં શરીર પર અને ખાસ કરી ને સાંધાના ભાગ વધારે દબાણ આવે છે જેથી દોડવીરોમાં ઇજાગ્રસ્ત થવાની શકયતા વધી જાય છે.
પરંતુ જો તમે હજી પણ દોડવા માટે વિચારી જ રહ્યા હોય છો અને તમને સંધિવા અથવા અન્ય સ્વાસ્થય સંબંધી તકલીફો કે હૃદય રોગ જેવી કોઈ બીમારી હોય તો પ્રથમ તમારે તમારા ડૉક્ટર સલાહ લેવી ખુબજ જરૂરી છે.
ધ્યાનમાં રાખો કે તમારે ચાલવા અથવા દોડવા ને વળગી રહેવાની કોઈ જ જરૂર નથી. ચાલવા સાથે થોડું દોડવાનું પણ ઉમેરીને તમે વધારે કેલોરી બાળવામાં સફળતા મેળવી સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો.
Source - http://www.webmd.com/fitness-exercise/news/20170504/walking-vs-running----which-is-better