Quick Book
Trained & <br>Skilled Staff
Trained &
Skilled Staff
 20+ Center Running
20+ Center Running
Same Day Reports*
Same Day Reports*
Home <br>Collection
Home
Collection

ઇનહેલર ના ઉપયોગ વિના અસ્થમાને નિયત્રંણમાં રાખવાના ઉપાયો

ઇનહેલર ના ઉપયોગ વિના અસ્થમાને નિયત્રંણમાં રાખવાના ઉપાયો

ઘણા બધા પુરાવા પરથી સાબિત થયું છે કે રોજ બરોજ ની દિનચર્યા માં ફેરફાર કરવાથી અસ્થમાની સાથે સાથે બીજા અનેક હુમલાઓથી બચી શકાય છે.

#1 આદુ: આદુ સંયોજન સ્નાયુ સંકોચનમાં ઘટાડો કરી સ્નાયુઓને સરખા કરવામાં મદદરૂપ થાય છે.

#2 ઓમેગા-3 ફેટી એસિડ: એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે જ લોકો વધારે માત્રામાં ઓમેગા-3 નો ડાયટમાં સમાવેશ કરે છે તેઓને દવાઓ પર આધારિત રહેવું પડતું નથી અને સરસ રીતે લાઈફ જીવી શકે છે.

#3 વિટામિન-બી 6: વિટામિન-બી 6 ને પાયરોડોક્સિન તરીકે પણ ઓળખાય છે, જે લોકો અસ્થમા માટે સ્ટીરોઈડ પર આધારિત છે તેઓને માટે વિટામિન બી 6 અત્યંત લાભદાયી છે.

#4 યોગા: ઊંડા શ્વાસ લેવાથી અસ્થમાના દર્દીઓને બહુ ઝડપી શ્વાસ લેવાની પણ જરૂર નથી જેથી કરીને અસ્થમાના હુમલા સમયે રાહત થાય છે.

#5 વિટામિન-સી: સંશોધન પરથી તારણ મળ્યું છે કે વિટામિન સી નો ડાયટમાં સમાવેશ કરવાથી બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી.તેમજ પુખ્તવયના લોકો માટે પણ વિટામન સી યુક્ત ફળો જેવા કે ઓરેન્જ, ગ્રેપફ્રૂટ અથવા કીવીનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.

#6 બટરબર: આ જડીબુટીના ઉપયોગથી શરીરમાં બળતરમાંથી રાહત થાય છે અને સ્નાયુઓના સંકોચનમાં ઘટાડો થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી અને તીવ્ર હુમલા સામે રક્ષણ આપે છે.