Quick Book
Trained & <br>Skilled Staff
Trained &
Skilled Staff
 20+ Center Running
20+ Center Running
Same Day Reports*
Same Day Reports*
Home <br>Collection
Home
Collection

વ્યસ્ત માતા પિતા માટે વજનને નિયત્રંણમાં રાખવાનું અને સ્વસ્થ જીવન જીવવા માટેના પ્લાન

વ્યસ્ત માતા પિતા માટે વજનને નિયત્રંણમાં રાખવાનું અને સ્વસ્થ જીવન જીવવા માટેના પ્લાન

આજકાલ દરેક માતાપિતાને પોતાની વ્યસ્ત જીવનશૈલી માંથી પોતાના સ્વાસ્થય માટે પૂરતો સમય જ નથી મળતો. સવારે ઉઠીને બાળક ને તૈયાર કરવાથી લઈને રાત્રે સુતા સુધી એટલા બધા કામ વ્યસ્ત હોઈ છે કે તમારો આખો દિવસ પસાર થઇ જાય છે પરંતુ તમને ક્યારેય તમારા સ્વાસ્થય માટે વિચાર આવતો નથી. જો તમે તમારા રોજિન્દાજીવન માં થોડા  ફેરફાર કરીને તમારા પોતાના માટે થોડો સમય ફાળવશો તો તમે સ્વસ્થ જીવનની સાથેસાથે તમારા વજનને પણ કાબુમાં રાખી શકશો અને તમને જોઈને તમારા બાળકોને પણ સ્વસ્થ જીવનનું મહત્વ સમજાવી શકશો.

સ્વસ્થ સ્વાસ્થય મેળવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

#1 સવારનો નાસ્તો:

આજકાલ લોકો ભાગદોડ વાળી જીવનશૈલીમાં સવારનો નાસ્તો ટાળી દેતા હોય છે પરંતુ શું તમને ખબર છે સવારનો નાસ્તો કેટલો જરૂરી છે. ઘણાબધા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે જે લોકો સવારે નાસ્તો નથી કરતા એ લોકો આખો દિવસ કામમાં સરખું ધ્યાન નથી આપી શકતા, ભૂખને લીધે નબળાઈ લાગે છે, ચક્કર આવે છે,બેચેની લાગે છે,અને વજન પણ વધી શકે છે અથવા વજન ઘટાડવું અઘરું બને છે.સવારના નાસ્તાથી આપણા શરીર માં ચયાપચયની ક્રિયા ની શરૂઆત થાય છે અને પછીથી અતિશય ભૂખ લાગતી અટકાવે છે તેથી તમે કામમાં પણ સરખી રીતે ધ્યાન આપી શકો છો..જો તમે અતિશય હેવી બ્રેકફાસ્ટ ના લઇ શકો તો થોડા ફળો કે સૂકોમેવાનો બ્રેકફાસ્ટમાં સમાવેશ કરી શકો છો પણ ક્યારેય બ્રેકફાસ્ટ ને ટાળવો (Skip) તો ના જ કરવો જોઈએ.જો તમે સવારે નાસ્તો કરો છો તો તમારા શરીરને પૂરતી એનર્જી તો મળે જ અને સાથેસાથે તમારી પાસે આખો દિવસ એ એનર્જી ને બર્ન કરવા માટે પૂરતો સમય હોય છે.

#2 થોડું ચાલવાનું રાખો અથવા શારીરિક કસરત કરો:

દરરોજ રાત્રે લોકો કામ માંથી પરવારીને ઘરે બેસીને ટીવી જોવે છે અથવા તો મોબાઈલમાં ટાઈમપાસ કરે છે પરંતુ જો એના બદલે એટલો જ સમય તમારા ફેમિલી સાથે ગાર્ડનમાં ચાલવા માટે જવું જોઈએ કે જેથી કરીને થોડો સમય તમારા પરિવાર સાથે ફાળવી પણ શકશો અને કુદરતી વાતાવરણનો લાભ પણ લઇ શકશો અને સાથેસાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ એ અતિશય લાભકારી છે.એ ઉપરાંત જયારે તમે કામ પરથી ઘરે પરત થાવ છો ત્યારે લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરો.જો તમે દરરોજ 30 મિનિટ ચાલવા માટે અથવા તો શારીરિક કસરત માટે સમય ફાળવશો તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી છે.

#3 સાંજનું ભોજન:

જેમ સવારનો નાસ્તો જરૂરી છે તેમ સાંજનું ભોજન પણ એટલું જ અગત્યનું છે.સાંજના ભોજનમાં તમે શું જમ્યા એના કરતા કેવી રીતે જમ્યા એ વધારે મહત્વનું છે. કારણ કે સાંજે તમે જે કઈ પણ જમશો એની કેલોરી બર્ન કરવા માટે તમારી પાસે બહુ સમય નથી હોતો કેમ કે જમીને થોડા સમય બાદ તમે સુઈ જશો એટલે બને ત્યાં સુધી સાંજનું ભોજન પચવામાં હળવું લેવું જોઈએ અને બરાબર ચાવીને ખાવું જોઈએ જેથી તમને સંતોષ પણ થાય અને પચવામાં સરળતા રહે છે. બીજું એ કે સાંજનું ભોજન હંમેશા પરિવાર સાથે બેસીને જ જમવું જોઈએ, એ બહાને તમને ઘરનું જમવાનું પણ મળશે અને ઘરેલું રાંધેલા ભોજનથી શ્રેષ્ઠ પોષણતો મળશે જ સાથેસાથે પરિવારમાં વધુ સારો સંયોગ પણ રહેશે.

#4 પૂરતી ઊંઘ:

પૂરતી ઊંઘ ના ઘણા બધા ફાયદો છે. રાત્રે ૭ થી ૯ કલાક ની પૂરતી ઊંઘ લેવાથી તમારો મૂડ સારો રહે છે, યાદશક્તિ વધે છે, તમે તમારા કાર્ય માં સરખું ધ્યાન આપી શકો છો અને તમે નવી નવી વસ્તુઓ પણ સહેલાઈથી શીખી શકો છો. આ ઉપરાંત લાંબા ગાળે હૃદયરોગ નું જોખમ ઘટે છે અને શરીર ને પૂરતો આરામ પણ મળે છે.

Source: http://www.webmd.com/parenting/raising-fit-kids/weight/features/weight-loss-plan-parents