blog-1
વિટામિન ડીની ઉણપ થી આરોગ્ય ને થતા ૧૨ જોખમો

સૂર્ય નો તાપ સહન કરવાનું તમને નથી ગમતું ? તો જાણો કે "સૂર્ય - પ્રકાશ થી મળતા વિટામિન ડી" ની ઉણપ તમારી હેલ્થ ને શું નુકસાન પહોંચાડી શકે છે :

શરીર માં રહેલા ૨૪૦૦૦ જીન્સ માંથી લગભગ ૩૦૦૦ જીન્સ પાર વિટામિન ડી પ્રભાવ પડી શકે છે. અલગ અલગ સંશોધનો માં અત્યાર સુધીમાં ૧૦૦ થી પણ વધારે સ્વાસ્થ્ય ને લગતી તકલીફો વિટામિન ડી સાથે જોડાઈ ચુકી છે, તેથી તમે સમજી શકો છો કે વિટામિન ડી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું અગત્યનું છે. 

વિટામિન ડી ની ઉણપ ને કારણે સ્વાસ્થ્ય ને થતા નુકસાન માં તમારે સૌથી વધારે ધ્યાન રાખવા જેવા ૧૨ મુખ્યત્વે નીચે પ્રમાણે છે :  

૧) ડાયાબિટીસ : ભારત માં ડાયાબિટીસ નું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને તેનું એક અગત્ય નું કારણ વિટામિન ડી ની ખામી પણ હોઈ શકે છે. વિટામિન ડી શરીર માં બનતા ઈન્સુલિન ના સ્ત્રાવ માં અગત્યનો ભાગ ભજવે છે અને ઈન્સુલિન શરીર માં સુગર નું પ્રમાણ જાળવવા માટે જરૂરી છે. અમુક સંશોધનો માં વિટામિન ડી ની ખામી ને કારણે "ડાયાબિટીસ ટાઈપ-૨" થવાની સંભાવના વધી જતી હોવાનું જાણવા મળ્યું છે . તથા "ડાયાબિટીસ ટાઈપ - ૧" થવાની સંભાવના માટે પણ વિટામિન ડી ની ઉણપ ને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. 

૨) હાઈ બ્લડ પ્રેસર / હાઇપરટેન્સન : અમુક સંશોધનો માં વિટામિન ડી ના અમુક પ્રકારો (25-Hydroxy Vitamin D) ની ખામી ને કારણે "હાઈ બ્લડ પ્રેસર" થવાની શક્યતા વધી જતી હોવાની શક્યતા જાણવા મળી છે. 

૩) કાર્ડિયોવેસ્કુલર રિસ્ક : એક સંશોધન માં વિટામિન ડી ની ખામી ને કારણે ઘાતક કાર્ડિયોવસ્કુલર રોગો (હ્રદય રોગો જેવાકે હાર્ટએટેક) ની શક્યતા ૬૨% સુધી વધી જતી હોવાનું પણ જાણવા મળ્યું છે. 

૪) ફલૂ / શરદી  : જો તમને વારંવાર શરદી થઇ જતી હોઈ તો તેને 'વાતાવરણ અથવાતો ઋતુ ના બદલાવ ' સાથે જોડતા પહેલા તમારું વિટામિન ડી નું લેવલ લેબોરેટરી માં ચેક કરાવી લેવું જોઈએ. વિટામિન ડી તમારી રોગ પ્રતિકારક શક્તિ સાથે જોડાયેલા સેલ્સ ની ઇન્ફેક્સન ને રોકવાની પ્રક્રિયા માટે ખુબજ જરૂરી છે. તેથી વિટામિન ડી ની ઉણપ ને કારણે વારંવાર ઇન્ફેક્સન થવાની શક્યતા વધી જય છે. 

૫) એનિમિયા / લોહી ની ઉણપ : જયારે તમારા શરીર માં યોગ્ય પ્રમાણ માં રક્ત કણો (RBC ) નથી બનતા ત્યારે તમે એનિમિયા થી પીડાવ છો. એનિમિયા થવાના અનેક કારણોમાંથી વિટામિન ડી ની ઉણપ એક અગત્યનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. હાજી સુધી 'વિટામિન ડી' કઈ રીતે હિમોગ્લોબિન બનવામાટે ભાગ ભજવે છે તે જાણી શકાયું નથી . 

૬) હાડકાની નબળાઈ : ખોરાક માં રહેલા કેલ્સિમ ની નાના અતરડા માં થતી પાચન ક્રિયા માટે વિટામિન ડી અગત્યનો ભાગઃ ભજવે છે. વિટામિન ડી ની ખામી હોઈ તો તમારું શરીર ખોરાક માં રહેલા કેલ્સિમ માંથી ફક્ત ૧૦ થી ૧૫ % ઉપયોગ માં લઇ શકે છે. કેલ્સિમ ની ખામી હાડકાને નબળા પાડી દે છે . નાના બાળકોમાં વિટામિન ડી ની ઉણપ ને કારણે રીકેટ્સ ની બીમારી થઇ છે અને મેટાઓમાં ઓસ્ટીઓપોરોસીસ અને ઓસ્ટીઓમલેશિયા ની બીમારી થઇ છે, જેમાં ફ્રેક્ચર થવાની શક્યતા વધી જાય છે. 

૭) બ્રેઈન ડેમેજ : અમુક સંશોધનો માં જાણવા મળ્યું છે કે, વિટામિન ડી ની ખામી, ઉંદર ના મગજ માં રહેલા અમુક પ્રોટીન ને નુકશાન પહોંચાડે છે, અને તેને કારણે મગજ ની વિવિધ પ્રવુંતીઓ જેવીકે યાદશક્તિ ને નુકશાન પહોંચી શકે છે .

૮) વ્યંધત્વ: સવારના કૂણાં તડકામાં ચાલવાથી તમારી પ્રજનન શક્તિ સુધારી શકે છે. અમુક સંશોધનોમાં વિટામિન ડી પુરુષોમાં ટેસ્ટોટેરોન ના સ્ત્રાવ માટે અને મહિલાઓમાં પ્રોજેસ્ટ્રોન ના સ્ત્રાવ માટે જરૂરી હોવાનું જણાયું છે .

૯) ક્રોહન્સ ડીસીસ (Crohn 's ) : ક્રોહન્સ ડીસીસ, અતરડાની એક બીમારી છે, અને વિટામિન ડી ની ઉણપ તેમાં ભાગ ભજવતા જીન્સ પર પ્રભાવ પડે છે અને તેને કારણે ક્રોહન્સ ડીસીસ ના લક્ષણો વધુ કથળે છે .

૧૦) વૃદ્ધત્વ : અમુક સંશોધનો માં જાણવા મળ્યું છે કે વિટામિન ડી ની ખામી વહેલા વૃદ્ધત્વ લાવવા માટે જવાબદાર છે. 

૧૧) ડિપ્રેશન : તમારા ડિપ્રેશન અને ઉદાસી માટે વિટામિન ડી ની ખામી પણ જવાબદાર હોઈ શકે છે. સ્ત્રીઓમાં ડિપ્રેશન પાર ના એક સંશોધન માં ૮ થી ૧૦ અઠવાડિયા માટે વિટામિન ડી ની સારવાર થી ડિપ્રેશન ના લક્ષણો માં સુધારો જોવા મળ્યો છે. 

૧૨) કેન્સર : કેન્સર થવાની શક્યતા વધારતા ૧૦૦ થી પણ વધુ કારણોમાં વિટામિન ડી ની ઉણપ પણ એક અગત્યનું કારણ છે. અતરડા, પ્રોસ્ટેટ અને સ્તન ના કેન્સર અને વિટામિન ડી નું પ્રમાણ સંકળાયેલું હોવાનું અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે. 

 

Source: http://www.thehealthsite.com

 

References:

  • Vikram Londhey. Vitamin D Deficiency: Indian Scenario
  • Anglin RE and colleagues. Vitamin D deficiency and depression in adults: systematic review and meta-analysis.
  • Perna L, Schöttker B, Holleczek B, Brenner H. Serum 25-hydroxyvitamin D and incidence of fatal and nonfatal cardiovascular events: a prospective study with repeated measurements. J Clin Endocrinol Metab. Dec 2013;98(12):4908-15.
  • Tucker M. Vitamin D Deficiency Linked to Fatal CVD.
  • Elisabeth Lerchbaum and Barbara Obermayer-Pietsch. Vitamin D and fertility: a systematic review