
વિટામિન ડી એ ચરબીમાં દ્રાવ્ય છે અને ખુબજ મહત્વનું વિટામિન છે, જે શરીરમાં હાડકાના વિકાસ માટે તેમજ આપણી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે અત્યંત જરૂરી છે. આપણે દિવસ દરમિયાન જે ખોરાક લઈએ છીએ તેમાંથી મળતા વધારાના કેલ્શ્યિમને વિટામિન ડી લોહીના પ્રવાહ માં વહેંચી નાખવાનું પણ કામ કરે છે.
અપૂરતા વિટામિન ડી ને લીધે નાનાં બાળકોમાં સુક્તાન (હાડકા પોચાં અને વિકૃત થવા) તેમજ પુખ્ત વયમાં ઓસ્ટીયોપોરોસિસના વિકાસ માં પરિણમે છે. વિટામિન ડીની ઉણપથી હૃદયની વિકૃતિઓ, સંધિવા, હાયપરટેન્શન, ડાયાબિટીસ અને કેન્સર જેવી અનેક સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ ઊભી થાય છે.
વિટામિન ડી ની ઉણપ પારખવા માટે રક્ત પરીક્ષણ એ સૌથી વિશ્વશનીય માર્ગ છે તેમજ રક્તમાં વિટામિન ડી નું સ્તર માપવા માટેનો એ સૌથી અસરકારક રીત છે.
વિટામિન ડી ના સ્ત્રોત:
દરરોજ વહેલી સવારે સૂર્યપ્રકાશના કોમળ કિરણો શરીરના સંપર્કમાં આવવાથી વિટામિન ડી મળે છે તેમજ દૂધ, કૉડ ના યકૃત થી મળતા તેલમાંથી, માંસ, માછલી, ફોર્ટિફાઇડ ડેરી અને ફૂડ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
વિટામિન ડી ની ઉણપનાં લક્ષણો:
#1 ફલૂ તાવ: બાળકોમાં વિટામિન ડી ની અછત વિવિધ શ્વસનમાર્ગ સબંધી રોગો અને ચેપ માટે જવાબદાર છે.અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે વિટામિન ડી બાળકોમાં શ્વસન ચેપ હુમલાઓ સામે રક્ષણ આપે છે.
#2 ડિપ્રેશન અને માનસિક બીમારી: ડિપ્રેશન અને બીજી અન્ય માનસિક વિકૃતિઓનું મૂળ કારણ વિટામિન ડી ની ઉણપ સાથે જોડાયેલું છે.નવા જન્મેલા બાળકોના માનસિક વિકાસ માટે અને અન્ય માનસિક બીમારીઓના જોખમને ઘટાડવા માટે ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન માતાઓએ તેમના શરીરમાં વિટામિન ડી નું પ્રમાણ જાળવવું અત્યંત જરૂરી છે.
#3 રક્તવાહિની સબંધી: વિટામિન ડી ની ઉણપથી પીડાતા લોકોમાં રક્તવાહિની સબંધી બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. જે દર્દીઓ હૃદયને લગતી અસ્વસ્થતાથી પીળાતા હોય તેઓને વિટામિન ડી ની સારવાર લાભદાયક પુરવાર થઇ છે.
#4 દમનો રોગ: શરીરમાં વિટામિન ડી ની ઉણપથી અસ્થમા સાથે સંકળાયેલી બીમારી તથા અસ્થમાથી થતા હુમલાઓમાં માં પણ વધારો જોવા મળેલ છે.
#5 દાંતના રોગો: વિટામિન ડી ની ઉણપને લીધે મો માં અસંખ્ય હાનિકારક બેક્ટરિયાનું નિર્માણ થવું, પેઢામાં દુખાવો થવો, લોહી નીકળવું અને દાંતનું પડી જવું જેવી ઘણી મોં ને લગતી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એકદંરે વિટામિન ડી મૌખિક સ્વાસ્થ્ય જાળવવા માટે અસરકારક છે.
#6 કેન્સર: પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર, મોટા આંતરડાનું કેન્સર જેવા વિવિધ પ્રકારના કેન્સર વિટામિન ડી ની ઉણપથી થાય છે.ખાસ કરીને એસ્ટ્રોજન પ્રત્યે સંવેદનશીલ સ્તન કેન્સરને નિયઁત્રણ કરવા માટે વિટામિન ડીનું પૂરતું પ્રમાણ અત્યંત આવશ્યક છે.
Source: https://www.lybrate.com/topic/vitamin-d-deficiency-6-signs-that-you-are-suffering-from-it/90b428924463480d3dd18baf9a6244c8