blog-1
કેન્સર ની સાત નિશાની

કેન્સર ની સાત નિશાની : 7 warning signs of cancer

જો તમને નીચેનામાંથી કોઈ પણ તકલીફ હોઈ અને ખાસ કરીને જો તે લાંબા સમય થી જોઈ તો ક્યારેય તેને અવગણવી ના જોઈએ કારણ કે તે કેન્સર હોવાની નિશાની હોઈ શકે છે. તમારે આવા સંજોગોમાં તાત્કાલિક તમારા ફેમિલી ડોક્ટર ને બતાવવું આવશ્યક છે  :

  1. તમારી શૌચ ક્રિયા (રોજિંદી ઝાડો અને પેસાબ) ની આદત માં કોઈ પણ જાત નો ફેરફાર. 

  2. શરીર માં કોઈ પણ જગ્યાએ ઘા જે રુઝાતો ના હોઈ 

  3. અસાધારણ રક્ત સ્ત્રાવ અથવાતો અન્ય કોઈ પણ પ્રકાર નો સ્ત્રાવ 

  4. સ્તન (બ્રેસ્ટ) , અંડકોષ (ટેસ્ટીસ) અથવા તો શરીર માં કોઈ પણ ભાગ માં ગાંઠ કે સોજો 

  5. ખોરાક ગળે ઉતારવા માં કે પચાવવા માં તકલીફ 

  6. શરીર માં કોઈ પણ ભાગ માં મસો , તલ કે મોઢામાં ચંદુ હોઈ તેના આકાર, રંગ , સાઈઝ, માં વધારો થવો કે પછી ફેરફાર થવો

  7. લાંબા સમય ની ખાંસી કે અવાજ માં ઘોઘરપણું અથવા બોલવામાં તકલીફ