Quick Book
Trained & <br>Skilled Staff
Trained &
Skilled Staff
 20+ Center Running
20+ Center Running
Same Day Reports*
Same Day Reports*
Home <br>Collection
Home
Collection

તંદુરસ્ત નિંદ્રા માટેની ટિપ્સ

તંદુરસ્ત નિંદ્રા માટેની ટિપ્સ

#1 નિયમિત નિંદ્રા લેવી:
દરરોજ લગભગ એક જ સમયે સૂવાથી અને ઉઠવાથી પૂરતી નિંદ્રા મળે છે અને સાથે સાથે શરીર બહેતર નિંદ્રા માટે કાર્યરત પણ થઇ જાય છે. જે સમયે સૌથી વધારે ઊંઘ આવતી હોય એ સમય સુવાનો પસંદ કરવો જોઈએ.

#2 ઊંઘવા માટે શાંત વાતાવરણ બનાવો:
બેડરૂમ આરામ કરવા અને ઊંઘવા માટે વાપરવો જોઈએ, તેથી શક્ય હોય ત્યાં સુધી શાંત અને ડાર્ક રાખવો જોઈએ, ન તો ખુબ ગરમ કે ન તો ખુબ ઠંડો હોવો જોઈએ. તાપમાન, પ્રકાશ અને અવાજ નિયંત્રિત કરવા જોઈએ જેથી બેડરૂમમાં શાંતિમય વાતાવરણ બની રહે અને સારી રીતે ઊંઘવામાં મદદરૂપ થાય છે.

#3 ખાતરી કરો કે તમારો બેડ આરામદાયક છે:
જો તમારું ગાદલું બહુ વધારે પોચું કે બહુ વધારે સખત હોય કે પછી તમારો બેડ બહુ નાનો હોય કે બહુ જૂનો હોય તો તેમાં આરામથી ઊંઘવું મુશ્કિલ બની છે. જો તમે કોઈ પાલતુ પ્રાણીને તમારી સાથે તમારા રૂમમાં સુવાડતાં હોય તો તેને બીજે ક્યાંક સુવડાવો કારણ કે એ ઘણીવાર રાત્રે ઘોંઘાટ કરે છે.

#4 નિયમિતપણે વ્યાયામ કરો:
સ્વિમિંગ અને વોકિંગ જેવી મધ્યમ કસરતો નિયમિતપણે કરવાથી દિવસ દરમિયાન કામના તણાવમાંથી રાહત અનુભવાય છે. સુવાના સમયે કોઈ જોશીલી કસરતો કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી અનિદ્રાનો ભોગ બની શકાય છે.

#5 ઓછી માત્રામાં કેફીનનો ઉપયોગ કરવો:
ખાસ કરીને સાંજના સમયે ચા અને કોફી જેવા કેફીન યુક્ત ઉત્તેજક પીણાંનો  ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે તેનાથી ઊંઘ આવતી નથી અને નિદ્રામાં વિક્ષેપ ઉભો કરે છે. કેફીન દ્રવ્યોની બદલે હુંફાળું દૂધ કે કોઈ હર્બલ ટી નો ઉપયોગ કરવો.

#6 અતિશયોક્તિ થી દૂર રહેવું:
ખાસ કરીને મોડી રાત્રે વધારે પડતો ખોરાક લેવાથી કે દારૂના સેવનથી તમારી ઊંઘ માટે વિક્ષેપ બની શકે છે. દારૂના સેવનથી શરૂઆતમાં ઊંઘ આવે છે પણ પછીથી મોડી રાત્રે ઊંઘવામાં વિક્ષેપ ઉભો કરે છે.

#7 ધૂમ્રપાન ન કરવું:
ધૂમ્રપાન ઊંઘ માટે ખરાબ છે, જે લોકો ધૂમ્રપાન કરે છે તેઓને જલ્દી ઊંઘ પણ નથી આવતી અને વારંવાર ઊંઘમાંથી જાગી જાય છે.

#8 બેડમાં સુવા જતા પહેલા આરામ કરવાનો પ્રયત્ન કરો:
હુંફાળા પાણીથી સ્નાન કરવાથી, હળવું સંગીત સાંભળવાથી, શરીર અને મગજ બંનેને આરામ મળે એવા યોગા કે ધ્યાન કરવાથી ખુબજ સારી ઊંઘ આવે છે.

#9 તમારી ચિંતા દૂર કરો:
બીજા દિવસે જે કોઈ કામ હાથ ધરવાના છે તેની યાદી તૈયાર કરો. આવતીકાલના કાર્યોને લઈને સૂતી વખતે વિચારવાનું બંધ કરી સુતા પહેલા થોડો સમય ફાળવી આવતીકાલના કામની યોજના બનાવો. આપણો મુખ્ય ધ્યેય સૂતી વખતે આવતીકાલનો વિચાર બંધ કરી પૂરતી નિદ્રા માટે પ્રયાસ કરવાનો છે. જેથી તમને પૂરતી ઊંઘ પણ આવશે અને આવતીકાલનું કાર્ય ધ્યેય પૂર્વક સફળ થઇ શકશે.

#10 પથારીમાં ચિંતા કરશો નહિ:
જો તમને ઊંઘ ન આવતી હોય તો તેના વિષે વિચારવાનું બંધ કરી ઉભા થઇ જાઓ અને જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી કોઈ આરામદાયક કાર્યમાં મનને વ્યસ્ત કરવું અને પછી ઊંઘ આવે એટલે સુઈ જવું.